ક્રાઇમ

હરિવંદના કોલેજનો બીબીએનો છાત્ર દારૂ સાથે ઝડપાયો

Published

on


શહેરના મવડી મેઇન રોડ પર વિશ્ર્વેશ્ર્વર મહાદેવના મંદિર નજીક મારૂતીનંદન નગર શેરી.3માંથી રાજકોટ ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની એલસીબી ટીમે હરીવંદના કોલેજનો બીબીએનો છાત્ર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.


મળતી વિગતો અનુસાર, એલસીબી ટીમના પીએસઆઇ આર.એસ.ઝાલા, રાજુભાઇ મિયાત્રા, શક્તિસિંહ ગોહીલ, કુલદીપસિંહ રાણા સહિતનો સ્ટાફ મવડી નજીક પેટ્રોલીંગમાં હતો. ત્યારે બાતમીને આધારે વિશ્ર્વેશ્ર્વર મહાદેવના મંદીર નજીક મારૂતિનંદન શેરી નં.3માં દરોડો પાડતા મુકુંદ મહેશભાઇ ક્વા (ઉ.વ.29) (રહે.મવડી ગામ, સ્મશાનની સામે સુદામા હાઇટસ બી વીંગ ફ્લેટ નં.202)ને ઝડપી લીધો હતો. તેમને 24 બોટલ સાથે ઝડપી લીધો હતો. દારૂ હરીવંદના કોલેજમાં બીબીએમાં અભ્યાસ કરે છે.


જ્યારે બીજા દરોડા બાદ માલવીયા નગર પોલીસે મારૂતીનંદન સોસાયટી શેરી નં.3માં મકાનમાં દરોડો પાડતાં બુટલેગર દિલીપ ગોરધનભાઇ છનીયારા ભાગી ગયો હતો અને તેમના મકાનમાંથી 90 હજારનો દારૂ મળ્યો હતો. આ સમગ્ર ઘટનામાં હાલ પોલીસ તપાસમાં જણાવા મળી રહ્યું હતુ કે, હરિવંદના કોલેજનો છાત્ર દારૂ સાથે પકડાયો તે દારૂનો જથ્થો દિલીપ પાસેથી લઇ આવ્યો હતો. હાલ હકિક્ત જાણવા દિલીપ છનીયારાની શોધખોળ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version