Site icon Gujarat Mirror

ટ્રેનમાં છૂટી ગયેલી 1 લાખની બેગ મુસાફરને કરી પરત

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળના રેલવે સુરક્ષા દળ (RPF) એ પોતાની નિષ્ઠા, સતર્કતા અને તત્પરતાનો પરિચય આપતા ઓપરેશન ‘અમાનત’ હેઠળ એક મુસાફરનો કિંમતી સામાન સુરક્ષિત રીતે શોધી કાઢીને પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.

18 માર્ચ 2026 ના રોજ ’રેલ મદદ’ પોર્ટલ દ્વારા માહિતી મળી હતી કે ટ્રેન નંબર 20952 જયપુર-ઓખા એક્સપ્રેસના કોચ નંબર ઇ/4, સીટ નંબર 13 પર એક મુસાફર પોતાની બેગ ભૂલી ગયા છે. માહિતી મળતાની સાથે જ RPF ટીમ તાત્કાલિક સક્રિય થઈ હતી અને જરૂૂરી કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હતી.ટ્રેન ઓખા સ્ટેશન પર પહોંચતા જ RPF ના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પ્રહલાદ વધારા અને કોન્સ્ટેબલ દીપક શર્મા દ્વારા સંબંધિત કોચની સઘન તપાસ કરવામાં આવી હતી, જેના પરિણામે બેગ સુરક્ષિત રીતે મળી આવી હતી. તપાસ દરમિયાન બેગના માલિકની ઓળખ બ્રિજેશ શર્મા, રહેવાસી મહેશ નગર, જયપુર (રાજસ્થાન) તરીકે થઈ હતી. મળી આવેલી બેગની તપાસ કરતા તેમાં અંદાજે ₹1,0,000 ની કિંમતના ઇલેક્ટ્રિક ટૂલ્સ મળી આવ્યા હતા, જે સુરક્ષિત કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.સામાન મળી આવ્યા બાદ, ઓખા પોસ્ટ પર હાજર રહેવા પર કોન્સ્ટેબલ નરેશ કુમાર ઢાકા દ્વારા મુસાફરને તેમનો સામાન વિધિવત રીતે સોંપવામાં આવ્યો હતો.

પોતાનો કિંમતી સામાન સુરક્ષિત રીતે પરત મળતા મુસાફરે RPFનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને સકારાત્મક પ્રતિસાદ (ફીડબેક) પણ આપ્યો હતો.RPF દ્વારા કરવામાં આવેલ આ પ્રશંસનીય કાર્ય મુસાફરોની સુરક્ષા અને તેમના સામાનના રક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીના અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર શ્રી કમલેશ્વર સિંહે સંબંધિત RPF કર્મચારીઓની પ્રામાણિકતા અને સતર્કતાના વખાણ કર્યા છે.

Exit mobile version