ગુજરાત

ગાળો બોલતા શખ્સને ટપારતા યુવાન પર હુમલો, પડખામાં છરી ઘૂસેલી હાલતમાં યુવાન હોસ્પિટલે પહોંચ્યો

Published

on

સાધુવાસવાણી રોડ પર આવાસમાં બનેલો બનાવ : આરોપીને સકંજામાં લેવા તજવીજ

શહેરના સાધુવાસવાણી રોડ ઉપર દર્શન પાર્કની બાજુમાં આવેલ આરએમસી આવાસ યોજનાના ક્વાર્ટરમાં ગાળો બોલવા મામલે ટપારવા ગયેલા યુવક પર શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલો યુવાન પડખામાં છરી ઘુસાડેલી હાલતમાં જ હોસ્પિટલે પહોંચ્યો હતો અને તબીબોએ તાત્કાલીક ઓપરેશન કરી છરી બહાર કાઢી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.


જાણવા મળતી વિગતો મુજબ આવાસ યોજનાના ક્વાર્ટમાં રેહતા જિજ્ઞેશભાઈ માધવજીભાઈ બગડા નામના 30 વર્ષના યુવાને તેમના પાડોશમાં રહેતા મિલન રસિકભાઈ ચગ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એક્ટ અને મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.


જિજ્ઞેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતુ ંકે, પોતે મજુરી કામ કરે છે. તેમના ઘર પાસે રહેતો મિલન ચગ અવાર નવાર શેરીમાં ગાળો બોલતો હોય તેમજ બોલાચાલી કરતો હોય છે.

જેથી ગઈકાલે બપોરના સમયે પોતે ઘરે હતો ત્યારે તેમના માતા મંજુલાબેન કામેથી ઘરે આવતા હતાં તે સમયે પાડોશમાં રહેતો મિલન ઘર પાસે ગાળો બોલતો હતો. જેથી માતા મંજુલાબેને તેમને ગાળો બોલવાની ના પાડતા મિલન મંજુલા બેન સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. અને આ ઝઘડામાં જિજ્ઞેશ વચ્ચે પડી માતાને છોડાવ્યા હતાં. જે મિલનને શારૂ નહીં લાગતા તેમણે જિજ્ઞેશને ગાળો આપી અને ઢીકાપાટુનો માર માર્યો હતો.

તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યો હતો. ત્યાર બાદ મિલને પોતાની પાસે રહેલી છરી વડે જિજ્ઞેશને પડખામાં એક ઘા ઝીંકી દીધો હતો. જે છરી પડખામાં સલવાઈ ગઈ હોવાથી તેમને તુરંત 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને તેમનું ઓપરેશન કરી છરી બહાર કાઢી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version