ગુજરાત

મનપા દ્વારા 8 સ્થળે ગણેશ વિસર્જનની વ્યવસ્થા

Published

on

નિયત સ્થળ સિવાય કોઈ સ્થળોએ ગણેશ વિસર્જન ન કરવા તાકીદ: વિસર્જન સ્થળે ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસનો સ્ટાફ રહેશે તૈનાત

સૌરાષ્ટ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદને લીધે ચારેય બાજુ નદીનાળા છલકાઈ રહ્યા છે. અમુક શહેર અને તાલુકામાં તો પીવાના પાણી માટે જીવાદોરી સમાન મોટા મોટા ડેમો વરસાદે રાતોરાત ભરી દીધા છે. પરિણામે આ વર્ષે અનેક નવા નદી-નાળા રચાઈ ગયા છે. બીજીબાજુ ધામધુમથી ઉજવાઈ રહેલ ગણેશ મહોત્સવની પૂર્ણાહૂતિ બાદ તા. 17ને મંગળવારના રોજ નાના-મોટા ગણપતિજીના વિસર્જન માટે ગજાનન ભક્તો દ્વારા અનેક જગ્યાએ આયોજનો થયા છે. પરંતુ નિયત સ્થળો સિવાય કોઈપણ જગ્યાએ ગણેશ વિસર્જન ન કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેરમાં વિવિધ જગ્યાએ અને ઘરેલુ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામા આવેલ, જેનું તા.17/09/2024ના રોજ ગણેશજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવનાર છે. ગણેશ વિસર્જન અંગે જાહેર હિત અને સલામતિ વ્યવસ્થાના હેતુસર નીચે મુજબના સ્થળોએ વિસર્જન કરવા જાહેર જનતાને અનુરોધ છે.


ઉપરોકત સ્થળોએ ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા સલામતિની દ્રષ્ટીએ 8સ્થળોએ ક્રેન, રેસ્ક્યુ બોટ, એમ્બ્યુલન્સ અને લાઇફ બોયા, લાઇફ જેકેટ સાથે સ્ટેશન ઓફિસર, લીડીંગ ફાયરમેન, ફાયરમેન સહિત વ્યક્તિઓનો સ્ટાફ સવારે 07-00થી રાખવામાં આવેલ છે. દરેક સ્થળે બેરીકેટ લગાવી કાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા વિસર્જન કરવામાં આવશે. લોકોને તેમના હાથે વિસર્જ કરવા દેવામા આવશે નહી. વિસર્જન સ્થળ પર મુર્તિ પધરાવવાની થાય ત્યારે સ્થળ પર પહોચ્યા બાદ ફાયર સ્ટાફને મુર્તિ સોંપી દેવાની રહેશે. આ તમામ વ્યવસ્થામાં સહકાર આપવા શહેરીજનોને અપીલ છે.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ ઉપરોક્ત આઠ સ્થળો સિવાયના અન્ય કોઈ સ્થળે ગણેશ વિસર્જન નહીં કરવા મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને જાહેર અનુરોધ કરવામાં આવેલ છે.

ગણેશ વિસર્જનના જાહેર કરાયેલા સ્થળો
1-આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. 1
2-આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. 2
3-આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ.
4-પાળ ગામ, જખરાપીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ.
5-ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ, ખાણમાં, જામનગર રોડ.
6-રંગપર ડેમ પાસે આવેલ કોઝ વે. જામનગર રોડ.
7-બાલાજી વેફર્સની સામે વાગુદળ પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડ.
8-એચ.પી.ના પેટ્રોલ પમ્પ સામે, રવિવારી બજાર વાળુ ગ્રાઉન્ડ આજી ડેમ પાસે, ભાવનગરરોડ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version