rajkot

વધુ એક ઘોડીપાસાની જુગાર કલબ પર દરોડો: નામચીન ઇભલા સહીત આઠ પકડાયા

Published

on

કાલાવડ રોડ નજીક આવેલા ભીમ નગરમાં આવેલા મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા એલસીબી ઝોન.2ની ટીમે દરોડો પાડી નામચીન ઇભલા સહિત આઠેક શખ્સની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ અને સાત મોબાઈલ સહિત રૂૂ.42,840નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વધુ વિગતો મુજબ,નાના મવા રોડ જય ભીમનગર શેરી નં.8માં રહેતા બાબુભાઇ લક્ષ્મણભાઇ વધેરા પોતાના ઘરમાં ઘોડીપાસાનો જુગાર રમાડતા હોવાની બાતમી મળતા એલસીબી ઝોન-2 ટીમના પીએસઆઈ આર. એચ. ઝાલા, જયપાલસિંહ સરવૈયા, રાહુલભાઈ ગોહેલ અને સ્ટાફે દરોડો પાડી મકાન માલીક બાબુભાઈ, રહીમ હાસમ ભાઇ બહાઉદીન(રહે. જામનગર રોડ સંજય નગર શેરી નં.1 મુમતાઝ મંજિલ), ઇબ્રાઇમ ઉર્ફે ઇભલો કરીમભાઇ કાથરોટીયા (રહે.જુનો મોરબી રોડ ગણેશનગર શેરી નં.10),ઇમરાન જમાલભાઇ બાવનકા(રહે.મોરબી રોડ ચામડીયા પરા ખાટકી વાસ),અલ્પેશભાઇ રમણીકભાઇ ગોટેચા(રહે.વિશ્વેશવર મંદિર પાછળ મારૂૂતી નંદન- 2 બ્લોક નં.50 મવડી રોડ),જાફર ઇકબાલ ભાઇ કીડીયા(રહે.જામનગર રોડ સાંઢીયા પુલ પાસે હુડકો ક્વાર્ટર શેરી નં.3 ક્વાર્ટર નં.66) હુશેન અબુભાઇ કાલવા(રહે.બહાર પરા મોટા ખાટકી વાસ સંતોષીમાના મંદિરની બાજુમા અમરેલી) અને દેવશીભાઇ હરેશભાઇ પરમાર(રહે. 6 આંબેડકર નગર કાલાવડ રોડ) ને ઝડપી તેઓ પાસેથી કુલ રોકડ રૂૂપીયા 25,840 તથા ધોડીપાસા નંગ-2 તથા મોબાઇલ ફોન નંગ-7 કિ.રૂૂ.17 હજાર મળી કૂલ મુદામાલ રૂૂ.42,840 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ જુગાર કેટલા સમયથી ચાલતો હતો?એ અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
અગાઉ આરોપી બાબુ જુગારમાં, ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો લૂંટ, હત્યાના પ્રયાસ, મારામારી, ગેરકાયદે મંડળી ચવી, ધમકી, બળજબરીથી પડાવવું, હથિયાર અને ફરજમાં રૂૂકવાટ સહિત ડઝનેક ગુન્હા, ઇમરાન મારામારી, ધમકી, જુગાર સહિત ત્રણ ગુન્હા,અલ્પેશ ગોટેચા અગાઉ જુગારના છ ગુન્હા અને જાફર અગાઉ જુગાર અને બળજબરીથી પડાવી લેવા અંગે નવેક ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં અગાઉ એવરેસ્ટ બિલ્ડીંગમાં નવમાં માળે,અમીન માર્ગ પર તારીકા એપાર્ટમેન્ટમાં, કુબલિયા પરા અને વિજય પ્લોટમાં પણ ચારેક દિવસ પહેલા જુગારના દરોડા બાદ વધુ એક ઘોડીપાસાની કલબ પર પોલીસે દરોડો પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version