ગુજરાત

ઈદે મિલાદની અનેરી ઉજવણી : ઠેરઠેર જુલૂસ નીકળ્યા

Published

on

પૈગમ્બર સાહેબની જન્મજયંતિને વિશેષરૂપે ઉજવવા મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસનાં આયોજનો થાય છે. સૌરાષ્ટ્ર-ગુજરાતની સાથે શહેરમાં પણ ઠેકઠેકાણે રોશની ઉભી કરી જુલુસ વચ્ચે મુસ્લિમ સમાજે અનેકવિધ સેવા હાથ ધરી હત.ી આજે ખાસ કરીને મુસ્લિમ સમાજનાં વિસ્તારો શણગારાયા હતાં. આકર્ષણ ફલોટસ સાથે નાત શરીફનું સાઉન્ડ સિસ્ટમથી પઠન સંભળાવાયુ હતું. મિલાદોત્સવની ઉજવણીમાં મુસ્લિમ બિરાદરોમાં હરખની હેલી જોવા મળી હતી.રામનાથપરા ગરૂડ ચોક તેમજ સદર બજાર વિસ્તારના બે મુખ્ય જુલુસો મળી નાના નાના જુલુસ ત્રિકોણબાગ ખાતે ભેગા થઈને વિશાલ જુલુસ સ્વરૂપે શહેરના રાજમાર્ગો પર ફરી રહ્યું છે. ઢેબર ચોક વન વે, નાગરિક બેંક ચોક, ખટારા સ્ટેન્ડ, હોસ્પિટલ ચોક થઈને એકતાના પ્રતિક હઝરત ગેબનશા દરગાહ ખાતે જુલુસનું સમાપન થશે. મુસ્લિમ અગ્રણીઓના જણાવ્યા મુજબ એક હજાર જેટલા નાના મોટા વાહનો સાથેના જુલુસમાં અંદાજે દોઢ બે લાખ હિન્દુ મુસ્લિમ બિરાદરો જોડાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version