ગુજરાત

આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો, ભૂપત ભાયાણી બાદ આ નેતાના AAPને રામ રામ, ભાજપનો કેસરિયો ખેસ કર્યો ધારણ

Published

on

 

આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો લાગ્યો. ભૂપત ભાયાણી બાદ આમ આદમી પાર્ટીના વધુ એક નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. હાલોલ વિધાનસભા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત રાઠવાએ AAPમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપીને તેઓ ભાજપમાં જોડાયા. તેઓ ઘોઘંબાના ઝોઝ મુકમા ખાતે ગુજરાત કેબિનેટ અને શિક્ષણ મંત્રી કુબેર થીડોરના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 2022માં હાલોલ વિધાનસભામાં ભરત રાઠવાને 23800 વોટ મળ્યા હતા.જયારે 150 વર્ષ જૂના પાર્ટી કોંગ્રેસના ઉમેદવાર 5000 વોટ મળ્યા હતાં.

આ પેહલા વિસાવદરના AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ભાયાણીએ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું હતું. અને વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીનું રાજીનામું સ્વીકારી પણ લીધું હતું. ભાયાણીના રાજીનામા બાદ વિધાનસભામાં સંખ્યાબળ ઘટીને 181 થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version