કચ્છ

મુન્દ્રાપોર્ટ પરથી વધુ 110 કરોડની ‘ટ્રામાડોલ’ની ટેબ્લેટ ઝડપાઇ

Published

on

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી કસ્ટમ વિભાગ દ્વારા ચાર ક્ધટેનરમાં ભરેલો પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો જપ્ત કર્યો છે. જેની બજાર કિંમત 110 કરોડ રૂૂપિયા થવા જાય છે. પ્રતિબંધિત દવાનો આ જથ્થો સાઉથ આફ્રિકામાં મોકલવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


રાજકોટના મર્ચન્ટ એક્સપોર્ટર દ્વારા જુલાઈ મહિનાના અંતમાં સાત ક્ધટેનરો સાઉથ આફ્રિકા માટે નિકાસ કર્યા હતા. જોકે મુન્દ્રા કસ્ટમના સ્પેશિયલ ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને માહિતી મળી જતા ત્રણ ક્ધટેનરો જપ્ત કર્યા હતા. જેમાં 100 કરોડની પ્રતિબંધિત ટેબલેટો મળી આવી હતી આ કેસની તપાસ ચાલુ રાખવામાં આવતા કસ્ટમને એવી માહિતી મળી હતી કે, અગાઉ ચાર ક્ધટેનરો સાઉથ આફ્રિકામાં દરિયાઈ માર્ગે જવા માટે નીકળી ગયા છે કસ્ટમ વિભાગે સાઉથ આફ્રિકાના પોર્ટનો સંપર્ક કરીને ચાર ક્ધટેનરો પરત મોકલવા લેખિતમાં જાણ કરી હતી. આ ચાર ક્ધટેનરો મુન્દ્રા કસ્ટમમાં પરત આવતા કસ્ટમ વિભાગે ચાર ક્ધટેનરમાંથી પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી છે. જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત 110 કરોડ થવા માટે જાય છે. અત્યાર સુધીમાં અંદાજે 210 કરોડની પ્રતિબંધિત દવાઓ કસ્ટમ વિભાગે જપ્ત કરી છે.


અતિ મહત્વની બાબત એ છે કે ચાર ક્ધટેનર નીકળી ગયા છતાં કસ્ટમ વિભાગને જાણ થઈ નહીં. આ કેસની તપાસ હજુ ચાલી રહી છે અને કસ્ટમ વિભાગે ગાંધીધામ,રાજકોટ અને ગાંધીનગરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરીને મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ પ્રતિબંધિત ટેબલેટ નાર્કોટિક્સ એક્ટમાં આવતી હોવાથી એક્સપોર્ટ કરી શકાતી નથી. તેમ છતાં અન્ય દવાઓના નામના ડેકલેરેશન કરીને પ્રતિબંધિત દવાઓ એક્સપોર્ટ કરવામાં આવતી હતી.


આ દવાઓનો ઉપયોગ સાઉથ આફ્રિકાના જંગલોના રક્ષણ માટે ફરજ બજાવતા કમાન્ડો ઉપયોગ કરતા હોય છે જેના કારણે એ લોકોની ફિટનેસ સારી રહે છે અને લાંબા સમય સુધી કામ કરી શકે છે તેમ જ તેઓને ઊંઘ આવતી નથી. આ દવાઓનો ઉપયોગ આતંકવાદી સંગઠનો પણ કરતા હોય છે. કસ્ટમ વિભાગને આશંકા છે કે, અત્યાર સુધીમાં 500 કરોડની પ્રતિબંધિત દવાઓ દરિયાઈ માર્ગે સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે આ પ્રતિબંધિત દવાઓ સાઉથ આફ્રિકામાં કોને આપવામાં આવતી હતી અને તેના પેમેન્ટ પણ કેવી રીતે લેવામાં આવતા હતા તેની તપાસ ચાલી રહી છે.


જો કે સમગ્ર તપાસમાં હવાલા કૌભાંડ પણ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હાલ કોઈની ધરપકડ કરાઈ નથી તેમ છતાં નજીકના દિવસોમાં ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. અગાઉ પણ મુન્દ્રા માંથી 1000 કરોડનું પ્રતિબંધિત ડ્રગ્સ પકડાયું હતું.

દવાનો જથ્થો આફ્રિકા મોકલાઇ રહ્યો હતો: કસ્ટમ વિભાગે ગાંધીધામ, રાજકોટ અને ગાંધીનગરમાં દરોડા પાડયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version