ગુજરાત
યુનિ.રોડ ગંગોત્રી પાર્કમાં આંગડિયા પેઢીના માલિકની પત્નીનો ગળેફાંસો ખાઇ આપઘાત
યુનિવર્સિટી રોડ પર આવેલા ગંગોત્રી પાર્કમાં રહેતા પટેલ પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.આપઘાતનું કારણ જાણવા તજવીજ શરૂૂ કરાઇ છે.
વધુ વિગતો મુજબ,યુનિવર્સિટી રોડ પર આવેલ ગંગોત્રી પાર્ક શેરી નં.2 માં રહેતાં ધારાબેન સાવનભાઈ પટેલ (ઉ.વ.37) ગઈ રાતે આઠેક વાગ્યાની આસપાસ ઘરે હતાં અને તેના પતિ તેમજ સસરાને જમવા માટે બેસાડ્યા હતાં ત્યારે તેણીએ તેમના જૂનાગઢ રહેતાં મામાની પુત્રીના આગામી તા.15 અને 16 ના લગ્ન છે, જેથી તેમાં પરીવાર સાથે જવાનું છે. તેવી વાત કરી હતી. જે મામલે તેના પતિએ હાલમાં જ દિવાળીની રજા પુરી થઈ હોય જેથી તું આપણાં સંતાનો સાથે લગ્નમાં જઈ આવજે મારે ધંધાની શરૂૂઆત થઈ હોય જેથી મારૂૂં નક્કી નહીં, તેમ વાત કરતાં જ તેણી તેના ઉપરના માળે આવેલ રૂૂમમાં ચાલી ગઈ હતી.
મોડે સુધી પત્ની નીચે ન આવતા સાવનભાઈ પટેલ રૂૂમમાં જોવા માટે ગયાં તો રૂૂમ અંદરથી લોક હતો અને દરવાજો ખોલવાનો પ્રયાસ કરતાં દરવાજો ખુલ્યો ન હતો. જેથી પાડોશીઓને બોલાવી દરવાજો તોડી અંદર જોતાં ધારાબેને પંખાના હુકમાં સાડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેમને તાત્કાલિક સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેણીને તપાસી મૃત જાહેર કરી હતી.
આ બનાવની જાણ થતાં યુનિ. પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ મકવાણા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.મૃતક ધારાબેનના પતિ સાવનભાઈ શાપરમાં આંગડિયા પેઢી ચલાવે છે અને તેણીને સંતાનમાં બે પુત્ર છે.બનાવથી પરીવારમાં શોક છવાયો છે.