પીછો કરતા યુવાનને ઠપકો આપ્યાનો ખાર રાખી ધો. 8ની છાત્રા ઉપર અજાણી મહિલાનો હુમલો

શહેરમાં ગોંડલ રોડ ઉપર આરએમસીના ક્વાર્ટરમાં રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી સગીરા ખોડીયારનગરમાં પોતાની ખાણીપીણીની લારીએ હતી ત્યારે એક મહિલાએ આવી તું મારા છોકરા સાથે…

શહેરમાં ગોંડલ રોડ ઉપર આરએમસીના ક્વાર્ટરમાં રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી સગીરા ખોડીયારનગરમાં પોતાની ખાણીપીણીની લારીએ હતી ત્યારે એક મહિલાએ આવી તું મારા છોકરા સાથે કેમ બેઠી હતી તેમ કહી માર માર્યો હતો હુમલાખોર મહિલાનો પુત્ર પીછો કરતો હોવાથી આપેલા ઠપકાનો ખાર રાખી માર માર્યો હોવાનો તરુણીની બહેને આક્ષેપ કર્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ગોંડલ રોડ ઉપર આવેલા આરએમસી ક્વાર્ટરમાં રહેતી અને ધોરણ આઠમાં અભ્યાસ કરતી યશોદા દિલબહાદુર પાટીદાર નામની 13 વર્ષની નેપાળી તરુણી રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ખોડીયારનગરમાં આવેલી પોતાના પિતાની ચાઈનીઝ પંજાબીની લારી પાસે હતી ત્યારે અજાણી મહિલાએ પથ્થર વડે માથામાં માર માર્યો હતો.

તરુણીને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.પ્રાથમિક પૂછપરછમાં યશોદાબેન પાટીદારનો હુમલાખોર મહિલાનો પુત્ર પીછો કરતો હતો. જે અંગે ઠપકો આપ્યો હતો જેનો ખાર રાખી હુમલાખોર મહિલાએ તું મારા છોકરા સાથે કેમ બેઠી હતી તેવો આક્ષેપ કરી માર માર્યો હોવાનું ઇજાગ્રસ્ત યશોદાબેન પાટીદારની મોટી બહેન લક્ષ્મીબેન પાટીદારે જણાવ્યું હતું. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.