Site icon Gujarat Mirror

બાલાજી હોલ પાસે મિત્રના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર પાંચ શખ્સનો છરીથી હુમલો

સોમનાથ સોસાયટીમાં દારૂના નશામાં મિત્રોએ યુવાનને માર માર્યો

શહેરમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા સ્વાતિ પાર્કમાં રહેતો યુવાન બાલાજી હોલ પાસે હતો. ત્યારે મિત્રના ઝઘડાનો ખાર રાખી પાંચ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા વિસ્તારમાં આવેલા સ્વાતિ પાર્કમાં રહેતો યસ રાજેશભાઈ વરમોરા નામનો 22 વર્ષનો યુવાન રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં નેહરુનગર બાલાજી હોલ પાસે હતો ત્યારે શાહરૂૂખ સંધિ, કરણ બોરીચા અને જમાલ નામના શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં અગાઉ મિત્ર વિપુલને હુમલાખોર શખ્સો સાથે ઝઘડો થયો હતો જેનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જ્યારે બીજા બનાવમાં જંગલેશ્વર મેઇન રોડ ઉપર આવેલ રાધા કૃષ્ણ સોસાયટીમાં રહેતો રવિ અનુભાઈ બાબરીયા નામનો 25 વર્ષનો યુવાન રાત્રિના કોઠારીયા રોડ ઉપર આવેલી સોમનાથ સોસાયટીમાં હતો ત્યારે તેના મિત્રો પંકજ પરમાર અને રાજ પરમાર સહિતનાએ દારૂૂના નશામાં ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version