ગુજરાત

કલ્યાણપુર નજીક ખનીજ ભરેલો ઓવર લોડેડ ટ્રક ઝડપાયો

Published

on


દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા શનિવારે રાત્રે હાથ ધરવામાં આવેલી ચેકિંગ કાર્યવાહી દરમિયાન લીંબડી ચેક પોસ્ટ પાસે પી.એસ.આઈ. યુ.બી. અખેડની ટીમ દ્વારા અહીંથી પસાર થતા જી.જે. 37 ટી. 7149 નંબરના એક ડમ્પર ટ્રકને અટકાવી, ચેકિંગ કરતા આ ટ્રકમાં બોકસાઈટનો જથ્થો ભરેલો હોવાનું ખુલવા પામ્યું હતું.


જે અંગેની ચકાસણી દરમિયાન આ ટ્રકમાં 19,820 કિલોગ્રામ ઓવર લોડ ખનીજ હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જે સંદર્ભે પોલીસે જરૂૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી અર્થે આર.ટી.ઓ. વિભાગને જાણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version