Site icon Gujarat Mirror

બીસીજીની ચૂંટણીમાં મહિલા અનામતની બેઠક પર અમૃતા ભારદ્વાજે ઉમેદવારી નોંધાવી

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી તારીખ 6 માર્ચના રોજ યોજનારી ચૂંટણીમાં રાજકોટના પીઢ ધારાશાસ્ત્રી સ્વ. અભયભાઈ ભારદ્વાજના પુત્રી અમૃતાબેન ભારદ્વાજએ મહિલા અનામત બેઠક પરથી ઉમેદવારી નોંધાવતા જેના સમર્થનમાં બ્રહ્મ સમાજ દ્વારા રજપૂતપરા શેરી 6 ,સમસ્ત બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે તારીખ 16ને સોમવારે સાંજે 6/30 કલાકે બ્રહ્મસમાજના અગ્રણીઓ, સર્વ સમાજના પ્રમુખો, વકીલમિત્રો અને આગેવાનોની હાજરીમાં મજબૂત એકતા દર્શાવવાનો સંકલ્પ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વધુ વિગત મુજબ વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની યોજાનાર ચૂંટણીમાં પાંચ મહિલા અનામત મળી 23 બેઠકો માટે 99 ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે.જેનું આગામી તારીખ 6 માર્ચના રોજ મતદાન યોજાશે જેમાં સૌરાષ્ટ્રના જાણીતા અને સિનિયર એડવોકેટ સ્વ. અને રાજ્યસભાના તત્કાલીન સભ્ય સ્વ. અભયભાઈ ભારદ્વાજના પુત્રી અમૃતા ભારદ્વાજ મહિલા અનામત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.

ત્યારે અમૃતાબેન ભારદ્વાજને જંગી બહુમતી સાથે વિજય બનાવવા માટે તારીખ 16ને સોમવારે સાંજે 6/30. રજપૂતપરા શેરી 6 ,સમસ્ત બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે બ્રહ્મસમાજના અગ્રણીઓ, સર્વ સમાજના પ્રમુખો, વકીલમિત્રો અને આગેવાનોની હાજરીમાં આશીર્વાદ , શુભેચ્છા અને સમર્થન સાથે મજબૂત એકતા દર્શાવવાનો સંકલ્પ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.આ માત્ર મીટિંગ નથી બ્રહ્મશક્તિનું પ્રદર્શન!, ન્યાય, નેતૃત્વ અને સન્માન માટેનો સંઘર્ષ!,અભય અવાજને બુલંદ કરવાની ઘડી!મતદાન દ્વારા અમૃતા ભારદ્વાજને ભવ્ય વિજય અપાવીએ!
બ્રહ્મસમાજની એકતા ગુજરાત સુધી ગુંજાય એવી ઓળખ બનાવીએ! તેવી અપીલ કશ્યપ શુક્લ (બોર્ડિંગ ટ્રસ્ટી),દર્શિત જાની ( પ્રમુખ),નલિન જોશી ( ઉપપ્રમુખ),જયેશ જાની (એડવોકેટ),પ્રશાંત જોશી (એડવોકેટ) અને દીપક પંડ્યા (મહામંત્રી) સહિતના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે.

Exit mobile version