Site icon Gujarat Mirror

સિટી બસના કંડકટરની દાદાગીરી, પૈસા લીધા પણ ટિકિટ ન આપી અધવચ્ચે ઉતારી દીધા

રાજકોટની શાન ગણાતી સિટી બસ સેવા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. કાલાવડ રોડથી વાવડી જતી બસમાં કંડક્ટર દ્વારા મુસાફરો સાથે કરવામાં આવેલા ગેરવર્તનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે. મુસાફરોનો આરોપ છે કે ટિકિટના પૈસા ચૂકવ્યા હોવા છતાં તેમને ગંતવ્ય સ્થાન સુધી લઈ જવાને બદલે અધવચ્ચે જ ઉતારી દેવામાં આવ્યા હતા, જેને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ટિકિટના નાણાં વસૂલ્યા, પણ ટિકિટ ન આપીવાયરલ વીડિયોમાં જોવા મળતી વિગતો મુજબ, બસ નંબર 23 માં મુસાફરી કરી રહેલા લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કંડક્ટરે અનેક મુસાફરો પાસેથી ટિકિટના પૂરેપૂરા પૈસા વસૂલ્યા હતા, પરંતુ તેમને સત્તાવાર ટિકિટ આપી ન હતી. જ્યારે મુસાફરોએ ટિકિટ માંગી, ત્યારે કંડક્ટરે ઉદ્ધત વર્તન કરવાનું શરૂૂ કર્યું હતું. આ ઘટનાએ સિટી બસ સેવામાં ચાલતી ટિકિટબારીની ગેરરીતિઓ સામે મોટા સવાલો ઉભા કર્યા છે. અધવચ્ચે ઉતારી દેતા મુસાફરોની હાલાકીઆ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે બસ કંડક્ટરે પુનિતનગર સુધીની ટિકિટ હોવા છતાં મુસાફરોને બાપા સીતારામ ચોક પાસે અધવચ્ચે જ ઉતારી દીધા હતા. મુસાફરોએ વિરોધ કરતા જણાવ્યું કે, “અમે નિયમ મુજબ ભાડું આપ્યું છે, તો અમને અધવચ્ચે કેમ ઉતારવામાં આવે છે?” કંડક્ટર અને મુસાફરો વચ્ચે થયેલી આ તીખી રકઝકના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા, જેમાં કંડક્ટરની સ્પષ્ટ દાદાગીરી જોવા મળી રહી છે.

તંત્ર સામે રોષ અને કાર્યવાહીની માંગરાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આ બસ સેવામાં વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે. મુસાફરોનું કહેવું છે કે ડ્રાઈવર અને કંડક્ટરની મનમાનીને કારણે સામાન્ય જનતા હેરાન થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ હવે લોકો માંગ કરી રહ્યા છે કે આવા બેજવાબદાર કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવે અને તેમનું લાયસન્સ રદ કરવામાં આવે.

Exit mobile version