અમરેલીની યુવતીને મેટોડાના પાનવાળા સાથે પ્રેમલગ્ન ભારે પડ્યા, પ્રેમી સહિત પરિવારે માર માર્યો

મૂળ અમેરેલીની અને હાલ મેટોડા જી.આઇ.ડી.સી.માં રહેતી એક યુવતીને પાનવાળા સાથે પ્રેમ થયો ભારે પડ્યો હતો. મૈત્રીકરાર કરી સાથે રહેવા ગયેલી અમરેલીની 19 વર્ષીય યુવતીને…

મૂળ અમેરેલીની અને હાલ મેટોડા જી.આઇ.ડી.સી.માં રહેતી એક યુવતીને પાનવાળા સાથે પ્રેમ થયો ભારે પડ્યો હતો. મૈત્રીકરાર કરી સાથે રહેવા ગયેલી અમરેલીની 19 વર્ષીય યુવતીને તેના પ્રેમી અને તેના પરિવારજનો દ્વારા દહેજ માટે અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપી મારમાર્યો હોવાની પીડિત યુવતીએ ફરિયાદ નોંધવતા, મેટોડા જી.આઇ.ડી.સી. પોલીસે પ્રેમી સહિત પરિવારના કુલ સાત સભ્યો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અને નોંધાયેલી ફરિયાદ અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના જૂની હળિયાદ ગામની વતની અને હાલ મેટોડા જી.આઇ.ડી.સી. ગેટ નંબર-1 પાસે આવેલા નીલકમલ પાર્કમાં રહેતી ચેતનાબેન દાફડા (ઉંમર વર્ષ 19) નામની યુવતીએ આ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે પોતાના પ્રેમી યોગેશ માધાભાઇ સોંદરવા, કેતન, રાકેશ, કાજલ, શીતલ, ગંગાબેન અને માધાભાઇ સોંદરવાના નામો આપ્યા છે. ઘટનાની વિગત એવી છે કે, યુવતી છાપરા ગામમાં આવેલી એક ખાનગી કંપનીમાં મજૂરીકામ કરતી હતી. આ દરમિયાન છાપરા ગામનો જ યોગેશ સોંદરવા નજીકમાં આવેલી એક પાનની દુકાને નોકરી કરતો હતો. એક જ વિસ્તારમાં કામ કરવાના કારણે બંને વચ્ચે પરિચય થયો હતો અને સમય જતાં આ પરિચય પ્રેમસંબંધમાં પરિણમ્યો હતો.

બંનેએ સાથે જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ યોગેશની ઉંમર 21 વર્ષ પૂરી ન થઈ હોવાના કારણે કાયદેસરના લગ્ન શક્ય નહોતા. આથી બંનેએ ગત 30 એપ્રિલ, 2025ના રોજ પરસ્પર સંમતિથી મૈત્રીકરાર કર્યા હતા અને ત્યારબાદ યુવતી યોગેશના સંયુક્ત પરિવાર સાથે રહેવા માટે આવી ગઈ હતી.શરૂૂઆતના દિવસોમાં બધું સામાન્ય ચાલતું હતું અને બંને સુખી હતા. પરંતુ થોડા સમય બાદ યોગેશ તેના પરિવારના સભ્યોની ચડામણી અને ઉશ્કેરણીમાં આવી ગયો હતો. તેણે નાની-નાની વાતોમાં યુવતીને અવારનવાર ઢોરમાર મારવાનું શરૂૂ કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો.

આટલું જ નહીં, યોગેશના માતા-પિતા, ભાઈ-ભાભી અને બહેન પણ આ ત્રાસમાં જોડાઈ ગયા હતા. તેઓએ યુવતી ઉપર તેના પિતાના ઘરેથી રોકડા રૂૂપિયા અને કિંમતી સોના-ચાંદીના દાગીના લઈ આવવા માટે સતત દબાણ કરતા હતા. જો આ દહેજની માંગણી પૂરી કરવામાં ન આવે તો તેને ઘરમાંથી હાંકી કાઢવાની ધમકીઓ અપાતી હતી.

પીડિતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, પરિવારની સભ્ય કાજલે તેને સાવરણી વડે નિર્દયતાથી મારી હતી. તેમજ આશરે સાત દિવસ પહેલાં જ્યારે યુવતીએ ક્લેશ અને ત્રાસથી કંટાળીને અલગ રહેવાની વાત કરી, ત્યારે પરિવારના અન્ય સભ્ય કેતને તેને પટ્ટા વડે બેરહેમીથી માર માર્યો હતો, જેમાં ગંગાબેન અને શીતલે પણ સાથ આપી મારઝૂડ કરી હતી.

આખરે સાસરીયાઓ અને પ્રેમીના સતત વધતા જતા શારીરિક અને માનસિક અત્યાચારથી કંટાળીને યુવતીએ ન્યાય મેળવવા માટે પોલીસનો આશરો લીધો છે. મેટોડા પોલીસે તમામ સાતેય આરોપીઓ વિરૂૂદ્ધ કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી તેજ કરી.