Site icon Gujarat Mirror

શાપરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની ચિંતામાં યુવકનો આપઘાતનો પ્રયાસ

શાપર – વેરાવળમા આવેલા ગણેશનગરમા રહેતા યુવાને સ્પર્ધાત્મક પરિક્ષાની ચિંતામા ફીનાઇલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શાપર – વેરાવળમા આવેલા ગણેશનગરમા રહેતા પંકજ રણછોડભાઇ મેવાડા નામનો 20 વર્ષનો યુવાન પોતાનાં ઘરે હતો. ત્યારે બપોરનાં દોઢ વાગ્યાનાં અરસામા ફીનાઇલ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. પ્રાથમીક પુછપરછમા પંકજ મેવાડા બે ભાઇ 4 બહેનમા નાનો છે.

અને શાપરમા કંપનીમા કામ કરી પરીવારને આર્થીક મદદ કરે છે. પકંજ મેવાડાએ જીઇબીનો કોર્ષ કર્યો હતો. જેની પરીક્ષાની ચિંતામા ફીનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમા પડધરીમા સરકારી હોસ્પીટલ સામે રહેતા જયદીપ પ્રવીણભાઇ ગોહીલ નામનાં ર6 વર્ષનાં યુવાને મધરાત્રે કોઇ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version