575 કરોડના હેરોઇન કેસમાં 18 પાકિસ્તાની સહિત 19ને 20 વર્ષની સજા

છેલ્લા કેટલાક સમયથી ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને પોલીસ દ્વારા દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે ભુજની કોર્ટે દેશમાં ડ્રગ્સ…

છેલ્લા કેટલાક સમયથી ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને પોલીસ દ્વારા દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે ભુજની કોર્ટે દેશમાં ડ્રગ્સ ઘુસાડનારા પાકિસ્તાનીઓ અને એક અફઘાન નાગરિકને આકરી સજા ફટકારી છે. ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ ગઉઙજ કોર્ટના જજ વી. એ. બુધ્ધએ એક ઐતિહાસિક ચુકાદો આપતાં, સમુદ્ર માર્ગે ગેરકાયદેસર રીતે કુલ ₹575 કરોડનું હેરોઇન ઘુસાડવાના અલગ-અલગ ત્રણ મોટા કેસમાં સંડોવાયેલા 18 પાકિસ્તાની અને 1 અફઘાનિસ્તાની સહિત કુલ 19 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

ચુકાદો આપતી વખતે કોર્ટે પ્રોસિક્યુશનના પુરાવાને ગ્રાહ્ય રાખી મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે જણાવ્યું કે આરોપીઓએ ભારતના યુવાઓને નિશાન બનાવી નાગરિકોને ગંભીર વ્યસન તરફ ધકેલવાનું જે કૃત્ય કર્યું તે સામાનય્ ગુનો નથી. નશાકારક પદાર્શો સપ્લાય કરી રાષ્ટ્રના માળખાને નબળું પાડવાનું આ સુનિયોજિત ષડયંત્ર હતું. નશો એ એક વ્યક્તિની સમસ્યા નહીં, દેશની આંતરિક સુરક્ષાને સીધી અસર કરે છે.

6 જાન્યુઆરી 2020ના ગુજરાત એટીએસને મળેલી ખાનગી બાતમી બાદ કોસ્ટગાર્ડ અને ભુજ એસઓજી દ્વારા જખૌના દરિયામાં દરોડા પાડવામાં આવ્યા હતા. પાકિસ્તાનના કાપર ક્રીક વિસ્તારમાંથી બોટ લઈને આવેલા 5 પાકિસ્તાની નાગરિકોને ઝડપી લેવાયા હતા. સર્ચ દરમિયાન તેમની પાસેથી 175 કરોડની કિંમતનું 35,055 ગ્રામ (આશરે 35 કિલો) હેરોઇન મળી આવ્યું હતું. આ અંગે અઝજના પી.આઈ. આઈ.આર. જાડેજાએ ગુનો નોંધ્યો હતો અને પી.આઈ. ડી.બી. બસિયાએ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં ઇસ્માઇલ મોહમદ જામ, અનીશ ઇશા ભટી, અબુબકર હાસમ કુંગરા અને અશરફ ઉસ્માન ભટી સહિતના પાકિસ્તાનીઓને સજા થઈ છે.
પાકિસ્તાનના હૈદરી પોર્ટ પરથી બોટમાં હેરોઇન ભરીને જખૌના દરિયામાં ડિલિવરી આપવાની ફિરાકમાં રહેલી વધુ એક શંકાસ્પદ બોટને રેડિંગ પાર્ટીએ ઝડપી પાડી હતી. આ બોટમાંથી 8 પાકિસ્તાની નાગરિકો (મુર્તઝા, યામીન, મુસ્તફા, નસરૂૂલ્લા, હુસૈન, સાલેમામદ, મહમંદ યાસીન અને રફીક આમદ) પકડાયા હતા. તેમની પાસેથી ₹150 કરોડનું 30 કિલો હેરોઇન જપ્ત કરાયું હતું. આ કેસની તપાસ એટીએસના પી.આઈ. વાય.એમ. ગોહીલે કરીને ચાર્જશીટ દાખલ કરી હતી.

ફરી એકવાર હૈદરી પોર્ટથી જખૌના દરિયામાં ઘુસણખોરી કરતી બોટમાંથી 6 પાકિસ્તાની નાગરિકો (અલી મોહમદ, મમતાજ હારુન, શેર મોહમદ, મોતીયા ઇદ્રીશ, ઇબ્રાહીમ યુસુફ અને જાહીદ અબ્દુલ્લા) ને ₹250 કરોડના 50 કિલો હેરોઇન સાથે દબોચી લેવાયા હતા. આ કેસની તપાસ દરમિયાન ડ્રગ્સના નેટવર્કમાં અફઘાનિસ્તાનના નાગરિક ’હેકમતુલ્લા નુરુઉલ્લાહ’ની સંડોવણી ખુલતાં તેની પણ ધરપકડ કરાઈ હતી. આ કેસમાં એટીએસના પી.આઈ. સી.એચ. પનારાએ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કમિટ કરી હતી.

અદાલતે તમામ 19 ગુનેગારોને ગઉઙજ એક્ટની કલમ 8(સી) અને કલમ 23(સી) હેઠળ ગુનેગાર ઠેરવીને બંને કલમોમાં 20-20 વર્ષની સખત કેદ અને ₹2-2 લાખના દંડનો આદેશ કર્યો છે. કોર્ટે પોતાના હુકમમાં સ્પષ્ટ કર્યું છે કે બંને કલમોની સજાઓ આરોપીઓએ અલગ-અલગ (એકની પાછળ બીજી) ભોગવવાની રહેશે, જેના કારણે ગુનેગારો લાંબા સમય સુધી જેલમાંથી બહાર આવી શકશે નહીં.