Uncategorized

ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગના માલિક બનતા અમિતાભ બચ્ચન

Published

on

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરી છે. ભારતીય સિનેમાના લિજેન્ડ કહેવાતા અમિતાભ બચ્ચને હવે રમતગમતની દુનિયામાં પણ પગપેસારો કર્યો છે. બિગ બી ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં મુંબઈની ટીમના માલિક બની ગયા છે. 81 વર્ષે પણ 21 વર્ષના યુવાનની જેમ મેહનત કરનારા અમિતાભ બચ્ચને હવે સ્પોર્ટની દુનિયામાં પગ મુકવાનો નિર્ણય કર્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર અમિતાભ બચ્ચને એક પોસ્ટ શેર કરીને મુંબઈ ટીમના ઓનરશીપની જાહેરાત કરી હતી. પોસ્ટ એક વીડિયો ફોર્મેટમાં છે, વીડિયોમાં બાળકો અને યુવાનો, તેમના શહેરની ગલી મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા છે, તેવા વિઝ્યુઅલ્સ છે. કેપ્શનમાં બીગ બી લખી રહ્યા છે કે, તેઓની માટે એક તક છે જેમણે શેરીમાં, ગલીઓમાં, ઘરે બનાવેલી પિચો પર તેમની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે, હવે તેઓને પ્રોફેશનલ રીતે ટીમ માટે પસંદગી પામશે અને ઔપચારિક સેટઅપમાં તેમની પ્રતિભાનું પ્રદર્શન કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version