Site icon Gujarat Mirror

નેપાળમાં હોનારત વચ્ચે ચીનના સિચુઆન પ્રાંતમાં જોરદાર ભૂકંપ

નેપાળ અને તિબેટ સરહદે સર્જાયેલી ભોટેકોશી પૂર ત્રાસદી અને ભૂસ્ખલનની ઘટનાઓ વચ્ચે હવે પડોશી દેશ ચીનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શુક્રવારે દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા ભૂકંપના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકો સાવચેતીના ભાગરૂૂપે સતર્ક થઈ ગયા હતા.

ચીનમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખતી સત્તાવાર સંસ્થા ’ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટર’ના અહેવાલ મુજબ, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ સિચુઆન પ્રાંતના લોંગચાંગ શહેરમાં જમીનની અંદર સ્થિત હતું. સિચુઆન પ્રાંત ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ ફોલ્ટ લાઇન પર આવેલો હોવાથી ભૂતકાળમાં પણ અનેક મોટા અને વિનાશક ભૂકંપોનો સાક્ષી રહી ચૂક્યો છે.

Exit mobile version