ગુજરાત

તહેવારોની રજામાં એમ્બ્યુલન્સ ચાલકોએ ચલાવી ઉઘાડી લૂંટ

Published

on

સિવિલ હોસ્પિટલમાં ગરીબોની સેવાના નામે ગેરલાભ ઉઠાવાતો હોવાની વ્યાપક ફરિયાદો, મોતનો પણ મલાજો

જન્માષ્ટમી પર્વના ત્રણ દિવસો દરમિયાન શહેરીજનો યેનકેન પ્રકારે વ્યાપક વરસાદ વચ્ચે હેરાન પરેશાન થતાં હતાં ત્યારે અધુરામાં પુરી હેરાનગતિની વાત પ્રમાણે સિવિલ હોસ્પિટલની આસપાસ ઉભી રહેતી ખાનગી એમ્બ્યુલન્સનાં સચાંલકો, ડ્રાઈવરોએ દર્દીઓ અને દર્દીઓના સ્વજનોને બેફામ લુંટયા હોવાની બુમરાણ સાંભળવા મળી છે.


પ્રાપ્ત વિગતો મુજબ સાતમ, આઠમ જન્માષ્ટમી પર્વ આ વર્ષે મેઘરાજાએ બગાડયું હતું. વ્યાપક વરસાદથી શહેરમાં જનજીવન ઠપ્પ થઈ ગયેલું જોવા મળ્યું હતું. ધંધા રોજગારમાં જન્માષ્ટમી પર્વનું મિની વેકેશન હતું. બીજી બાજુ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધલવલાટ જોવા મળ્યો હતો. મતલબ કે વાયરલ રોગચાળાની સારવાર માટે દર્દીઓનો મોટો ધસરો જોવા મળ્યો હતો. આવા સમયે દર્દીઓને લેવા જવા, મુકવા જવા જેવી સેવામાં સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ રોકાઈ ગઈ હતી. આ વાતનો, માનવતા નેવે ચડાવીને ગેરલાભ લઈને ખાનગી એમ્બ્યુલન્સનાં સંચાલકો, ડ્રાઈવરોએ દર્દીઓ તેમના સ્વજનોને મનફાવે તેવા ભાડા ચુકવવા મજબૂર કર્યા હોવાની મુંગામોએ ફરિયાદો સંભળાઈ હતી.


અત્રે એ નોંધનીય છે કે, એક બાજુ જનજીવન કુદરતી આપત્તિ (વરસાદ)થી હેરાન પરેશાન થતાં હતાં ત્યારે માનવતા દાખવવાને બદલે ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકોએ દર્દીઓને તેડવા મુકવા જવાના જે આકરા ભાડા વસુલ્યા તેની બુધ્ધીજીવી પ્રજામાં આકરી ટીકા થતી જોવા મળી છે.સિવિેલ હોસ્પિટલ પર સેવા સાથે સંકળાયેલા જાગૃત સેવાભાવીઓએ જણાવ્યું હતું કે, સિવિલમાં પીએમ રૂમ પર રાબેતા મુજબ મૃતકોના પીએમ માટે પરિવારજનો આવતાં હતાં આવા સમયે એટલે કે વરસતા વરસાદ વચ્ચે મૃતદેહોને નિયત સ્થળે, ઘરે પહોંચાડવાની વાતમાં પણ ખાનગી એમ્બ્યુલન્સનાં સંચાલકોએ માનવતા ન દાખવી, મોતનો મલાજો ન જાળવી મનમુજબના આકરા ભાડા વસુલ્યાની લોકચર્ચાઓ ઉઠી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version