અમદાવાદી પાઘડીમેન અનુજનું બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માન

સાત સમુંદર પાર વિદેશની ધરતી પર ફરી એકવાર ગુજરાતી સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાનો દબદબો જોવા મળ્યો છે. નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન લંડનની ઐતિહાસિક બ્રિટિશ પાર્લામેન્ટ…

સાત સમુંદર પાર વિદેશની ધરતી પર ફરી એકવાર ગુજરાતી સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાનો દબદબો જોવા મળ્યો છે. નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન લંડનની ઐતિહાસિક બ્રિટિશ પાર્લામેન્ટ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં અમદાવાદના રહેવાસી અને ’પાઘડી મેન’ તરીકે દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલા અનુજ મુદલિયારનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાતી પરંપરાગત પાઘડી કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા બદલ તેમને આ ગૌરવવંતું બહુમાન પ્રાપ્ત થયું છે.

અમદાવાદમાં રહેતા અનુજ મુદલિયારને તેમની અનોખી પાઘડી બાંધવાની અને તેને કળા તરીકે પ્રમોટ કરવાની વિશેષ સિદ્ધિ બદલ ’વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ’નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં ઉપસ્થિત અનેક આંતરરાષ્ટ્રીય નેતાઓ, સાંસદો અને ભારતીય સમુદાયના અગ્રણીઓની હાજરીમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ક્ષણે સમગ્ર લંડનમાં ’પાઘડી મેન’નો જલવો જોવા મળ્યો હતો અને દરેક ભારતીયનું શિર ગર્વથી ઊંચું થઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *