Site icon Gujarat Mirror

લાલપરી તળાવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ માટે એજન્સી ફાઇનલ, ટૂંક સમયમાં કામ શરૂ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌંદર્યમાં વધારો અને નાગરિકોને વધુ સુવિધાયુક્ત, સુવ્યવસ્થિત અને આકર્ષક જાહેર સ્થળો ઉપલબ્ધ કરવાના હેતુથી લાલપરી બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત જે સ્થળે વિકાસ અને સૌંદર્યીકરણની કામગીરી થવાની છે તે સ્થળ સંપૂર્ણપણે દબાણમુક્ત છે અને ત્યાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ, કબજો કે અવરોધ અસ્તિત્વમાં નથી.

આ બાબત અંગે સ્પષ્ટ કરવામાં આવે છે કે લાલપરી વિસ્તારમાં સૂચિત બ્યુટીફિકેશનની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના અધિકૃત માલિકીના અને કાયદેસર રીતે ઉપલબ્ધ જમીન પર જ હાથ ધરવામાં આવી રહી છે. આ સ્થળે કોઈ વ્યક્તિ, સંસ્થા કે વેપારી દ્વારા કબજો ધરાવવામાં આવ્યો હોવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.

લાલપરી તળાવને ડેવલોપમેન્ટ તથા બ્યુટીફિકેશન કરવાનાં કામે 18265 ચો.મી.નો કુલ એરિયામાં લેકફ્રન્ટની બાજુમા લંબાઈ અંદાજે 1.0 કી.મી, રોડ સાઈડ લંબાઈ અંદાજે 860 રનીંગ મીટર, ગાર્ડન વર્ક 10950 ચો.મી, ગેબિયન વોલ 1 કી.મી, ફૂટપાથ 850 રનીંગ મીટર અને વોકિંગ ટ્રેક 1650 રનીંગ મીટર તથા ગજેબો જેવા કામનો સમાવેશ થાય છે.

લાલપરી બ્યુટીફિકેશન પ્રોજેક્ટ માટે જરૂૂરી તમામ ટેકનિકલ અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી ચૂકી છે. આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નિયમિત પ્રક્રિયા અનુસાર યોગ્ય અને લાયક એજન્સી પસંદ કરવામાં આવી છે. ટેન્ડર મંજૂર થઈ ચૂકેલ છે અને કામગીરી કરવા માટે એજન્સીની સત્તાવાર નિમણૂક પણ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત લાલપરી વિસ્તારમાં લેન્ડસ્કેપિંગ, હરિયાળી વિકાસ, વોકવે, બેઠકો, લાઇટિંગ, સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓ સાથે જોડાયેલા વિવિધ વિકાસાત્મક કામો કરવામાં આવશે, જેથી શહેરના નાગરિકો માટે વધુ આકર્ષક, સુરક્ષિત અને ઉપયોગી બને. શહેરની સુંદરતા વધારવા સાથે સાથે લોકો માટે સ્વચ્છ અને સુવિધાજનક જાહેર સ્થળ ઉપલબ્ધ કરાવવો એ આ યોજનાનો મુખ્ય હેતુ છે. આગામી સમયમાં, જરૂૂરી તૈયારી પૂર્ણ થતા જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એજન્સી મારફત સ્થળ પર કામગીરી શરૂૂ કરવામાં આવશે. પ્રોજેક્ટ સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે.

Exit mobile version