Site icon Gujarat Mirror

રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત આજે પૂરી, સરકારના નોટિફિકેશનની રાહ

રાજકોટ શહેરમાં સામાજિક સંતુલન જળવાઈ રહે અને મિલકતોના ખરીદ-વેચાણમાં થતી ગેરરીતિઓ અટકે તે માટે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની 28 જેટલી સોસાયટીઓમાં અશાંત ધારા ની મુદત આજે રાત્રે પૂર્ણ થઈ રહી હોવાથી, તેને વધુ બે વર્ષ માટે લંબાવવા રાજ્યના ગૃહ વિભાગને દરખાસ્ત મોકલવામાં આવી છે. પરંતુહજી સુધી ગૃહ વિભાગ દ્વારા કોઈપણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી જેના કારણે તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં વર્ષ 2021ની ચૂંટણીઓ દરમિયાન સૌ પ્રથમવાર આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદાની વર્તમાન મુદત 13 જાન્યુઆરીના રોજ એટલે કે આજે પૂર્ણ થઈ રહી છે. પરંતુ ગૃહ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી તેમ જ વધારા અંગે હજુ સુધી કોઈ પણ નોટિફિકેશન પણ ગૃહ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી નથી જમના કારણે હવે જોવાનું રહ્યું છે કે અંધારો ની મુદત વધારવામાં આવશે કે નહીં જો વધારવામાં ન આવે તો આગામી દિવસોમાં શું કરવું સહિતના મુદ્દે તંત્ર પણ મૂંઝવાયું છે.

રાજકોટના પશ્ચિમ અને અન્ય વિસ્તારોની કુલ 28 સોસાયટીઓ આ સુરક્ષા કવચ હેઠળ આવશે, જેમાં નીચે મુજબના વિસ્તારોનો સમાવેશ થાય છે. છોટુનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, નિરંજની સોસાયટી, આશુતોષ સોસાયટી, સિંચાઈ નગર, સ્વસ્તિક સોસાયટી, આરાધના સોસાયટી, દિવ્ય સિદ્ધ સોસાયટી, પ્રગતિ સોસાયટી, જીવન પ્રભા, અંજની સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી. અવંતિકા પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, શ્રેયસ સોસાયટી, નવયુગ સોસાયટી, બજરંગ વાડી વિસ્તાર, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, રાજ નગર, અલકાપુરી સોસાયટી, યોગેશ્વર સોસાયટી, ઇન્કમ ટેક્સ સોસાયટી, બેંક ઓફ બરોડા સોસાયટીનો સમાવેશ થાય છે.

Exit mobile version