Site icon Gujarat Mirror

ગુજસીટોકના ગુનામાં ફરાર ‘બાટલી ગેંગ’ના વધુ ચાર આરોપી પકડાયા, ધરપકડનો આંક 14 થયો

ગુનાખોરી પર ક્રાઈમ બ્રાન્ચે પકડ મજબૂત કરી હોય તેમ એક બાદ એક ગુના આચરતી ટોળકી પર ગુજસીટોક કરી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં સોડા બાટલી ફેંકી જીવલેણ હુમલા કરતી બાટલી ગેંગ સામે ગુજસીટોક કરી નવ શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે પકડવાના બાકી ચાર શખ્સોની પણ પ્ર. નગર પોલીસે ધરપકડ કરી છે.

શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા દ્વારા શહેર વિસ્તારમાં બાટલી ગેંગ નામની ટોળકીના સાગરીતો દ્રારા ખૂન, ખૂનની કોશિશ, ધમકીઓ, અપહરણ, ધરફોડ ચોરીઓ, ફરજમાં રૂૂકાવટ તેમજ એન.ડી.પી.એસ. જેવા ગુનાઓ ગંભીર ગુનાઓ આચરી આમ નાગરીકોમાં ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવેલ હોય જે સંગઠીત ગુના આચરતી ટોળી ને નિયંત્રણમાં લેવા માટે ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરતા શખ્સનો ગુન્હાહિત ઇતિહાસ મેળવી અને આવા ગંભીર ગુન્હાઓ કરવામા તેઓને કયા કયા આરોપીઓની મદદ મેળવેલ તથા કોની કોની સાથે તે સળંગ ગુન્હાઓ આચરે છે .

તેની માહિતી મેળવવાની આપેલ સૂચનાથી ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ ટીમે શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સાવન ઉર્ફે લાલી સંજય વાઘેલા (રહે. વાલ્મીકી વાડી શેરી નં 03 કનૈયા હોટલ વાળી જામનગર રોડ, રાજકોટ) પોતાની ગુનાહીત પ્રવૃતિ ચલાવવા માટે પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળી ગુનાઓ આચરવા માટે સંગઠીત ગુના આચરતી ટોળી બનાવેલ જે બાટલી ગેંગ તરીકે ઓળખાય છે.જેમાં નવ આરોપી અગાઉ પકડાયા બાદ બાકી રહેલા શનિ ભરત ખવલીયા (રહે. ખીરસરા,મેટોડા) ની ગોંડલ જેલમાંથી કબ્જો લીધો હતો. જ્યારે જાહિર મહમદ રફીક સંઘવાણી (રહે. રૂૂખડીયા પરા), કરણ મોહન અઠવલે (પોપટપરા) અને સુજલ દિપક પરમાર (નવા થોરાળા) ની પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ વી.આર.વસાવા અને ટીમે ધરપકડ કરી આગળની કાર્યવાહી આદરી હતી.

Exit mobile version