ગુજરાત
હળવદમાં શક્તિ સાગર ડેમની કિ દીવાલ તોડી નાખતી એજન્સી
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ 2 જેને શક્તિ સાગર ડેમ તરીકે ઓળખવામાં આવે છે આ ડેમમાંથી લોકોને પીવાનું પાણી તેમજ ખેડૂતોને પિયતનું પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે ચોમાસા દરમિયાન બ્રાહ્મણી 2ની સંરક્ષણ દિવાલ ક્ષતિગ્રસ્ત હોય જેને લઇને ચોમાસા બાદ રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અંદાજિત એક મહિનાથી કામગીરી શરૂૂ છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કી દિવાલને કોઈ પણ જાતની મંજૂરી વગર તોડી પાડવામાં આવી છે.
હળવદમાં બ્રાહ્મણી ડેમ 2 ખાતે પાણીના નિકાલ કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા કી દિવાલને તોડી પાડી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સમગ્ર બનાવની વિગત મુજબ ચોમાસામાં ડેમની સંરક્ષણમા નુકસાન થયું હતું અને હાલમાં આશરે 14 લાખથી વધુના ખર્ચ પર સમારકામ થાય છે એકબાજુ સમારકામ અને બીજી તરફ કી દિવાલને નુકસાન? ત્યારે અધિકારીના સુપરવિઝન સામે પણ સવાલો ઊભા થયા છે અને સમારકામ સામે પણ સવાલો છે ત્યારે હળવદ તાલુકાના વિવિધ ગામોમાં પાણીની જરૂૂરિયાત પુરી પાડવામાં આવતા ડેમની સંરક્ષણ સમારકામ યોગ્ય રીતે થાય તે જરૂૂરી બન્યું છે.