Site icon Gujarat Mirror

લેટરકાંડ બાદ અમદાવાદ કાર્યાલયમાં જ નિરિક્ષકની હાજરીમાં કાર્યકરો બાખડ્યા

રાહુલ ગાંધીના ગુજરાત છોડતા જ કોંગ્ર્રેસમાં રહી રહીને કકળાટ થઈ રહ્યો છે. બે સિનિયર નેતાઓના લેટરકાંડ બાદ હવે કોંગ્રેસ ઓફિસમાં રૂૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં વાત વણસી હતી. ગુજરાત કોંગ્રેસના કાર્યાલયમાં શુક્રવારે નિરીક્ષક બીકે હરિપ્રસાદની હાજરીમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી.

કોંગ્રેસ કાર્યાલયમાં અમદાવાદ શહેર પ્રમુખ માટે સિલેક્શન પ્રોસેસ હાથ ધરાઈ હતી. નિરીક્ષક બીકે હરિપ્રસાદ રજૂઆત સાંભળી રહ્યા હતા ત્યારે અચાનક પ્રમુખની ચેમ્બરમાં કેટલાક કાર્યકરો આવી પહોંચ્યા હતા. શહેર પ્રમુખ હિંમતસિંહના ભાણેજે કાર્યકરો પર પૈસા ખાધાનો આક્ષેપ કર્યો હતો. આ મુદ્દે કોંગ્રેસ ઓફિસમાં કાર્યકરો બાખડી પડ્યા હતા, તેઓએ હિંમતસિંહ પટેલના ભાણેજને ઘેરી લીધા.

આ બાદ મામલો એટલો બિચક્યો હતો કે, હરિપ્રસાદની હાજરીમાં જ ઉગ્ર બોલાચાલી થઈ હતી. શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના ભાણેજ વિશાલ ગુર્જરે તેમને જોઇને કહ્યું કે, તમે એલિસબ્રીજવાળાએ શું કરી લીધું ? બૂથના પૈસા ખાઇ ગયા. તેમના આક્ષેપના પગલે પાલડી વોર્ડના પ્રમુખ ભાવિન પરમાર સહિતના કાર્યકરો ઉશ્કેરાઈ જતા તેમણે ગુર્જરને ઘેરી લીધો હતો.

આમ, કોંગ્રેસના કાર્યાલયમાં જ જોવા જેવી થઈ હતી. આ પછી હાજર નેતાઓએ એકબીજાને સમજાવતા વિશાલ ગુર્જરે સોરી કહેતા મામલો થાળે પડયો હતો.
અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખની સેન્સ પ્રક્રિયા સમયે જ પત્રિકા કાંડ થયો છે. અમદવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર પર આક્ષેપ કરતી પત્રિકાઓ ફરતી થઈ છે. શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલને સસ્પેન્ડ કરવા માંગ કરતી પત્રિકા વાયરલ થઈ છે. નનામી પત્રિકામાં અમદાવાદ શહેર કોંગ્રેસના બે નેતાઓના ભાજપ સાથેના સંબંધોનો ઉલ્લેખ કરાયો છે. નનામી પત્રિકા કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ, પ્રભારી મુકુલ વાસનિકને પણ મોકલી અપાઈ છે. કોંગ્રેસ કાર્યાલય પર થયેલ પથરાવ સમયે હિંમતસિંહે ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાનો પત્રિકામાં દાવો કરાયો છે.

Exit mobile version