કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓની પાકિસ્તાન સમર્થિત ત્રાસવાદીઓએ કરેલી અમાનવીય કત્લેઆમના પગલે સમગ્ર દેશની જનતામાં ભારે આઘાત સાથે આક્રોશની લાગણી જોવા મળી રહી છે અને ઠેર ઠેર પાકિસ્તાન વિરોધી દેખાવો થઇ રહયા છે ત્યારે રાજકોટમાં પણ ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય સંગઠનો, વિવિધ સંસ્થાઓ અને સમાજ દ્વારા દિવંગતો પ્રત્યે સંવેદના વ્યકત કરવામાં આવી હતી. ખાસ કરીને મુસ્લિમ સમાજે આ જઘન્ય હત્યાકાંડને માનવતા અને ઇસ્લામ વિરૂધ્ધનું કૃત્ય ગણાવ્યુ હતુ. મુસ્લિમ સમાજની મહિલાઓ પણ વિરોધમાં જોડાઇ હતી અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી. મુસ્લિમ સમાજે ગઇકાલે આ હત્યાકાંડના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ પાઠવ્યુ હતુ. (તસ્વીર : મુકેશ રાઠોડ)
રહને કો સદા દહર મેં આતા નહીં કોઇ, તુમ જૈસે ગયે એસે ભી જાતા નહીં કોઇ

