Site icon Gujarat Mirror

લાલપુરમાં ધાડ અને લૂંટનો આરોપી 8 વર્ષ બાદ ઝડપાયો

પોલીસને સફળતા મળી, જેલહવાલે કરાયો

મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી શોધી કાઢવા જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસખુ ડેલૂ એ સૂચના આપેલ હોય તેના અનુસંધાને લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગળચર ના.માર્ગ દર્શન હેઠળ લાલપુર પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.પી.ગોહિલ અને પો.સ્ટાફના માણસો સાથે અગાઉ મજકુર નાસતા ફરતા આરોપીની તપાસ માં હતા દરમ્યાન ચોક્કસ હકીકત મળેલ કે લાલપુર પોલીસ સ્ટેશન માં.નોંધાયેલ લૂંટ અને ધાડના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસતો-ફરતો આરોપી દિનેશભાઈ હેમંસિંગભાઈ મીનામા (જાતે.આદિવાસી ઉ.વ.35 ધંધો.મંજુરી. રહે.ખોબરા ફળીયુ,કાળાખુંટ ગામ તા.ધાનપુર જી.દાહોદ) નવી વેરાવળ ગામના પાટીયે ઉભો છે. તે ચોક્કસ બાતમી લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર એસ.પી.ગોહિલ તથા સ્ટાફ એ .દોડી.જઈ આરોપી ને ઝડપી પાડ્યો હતો.

Exit mobile version