તાજિયાના રૂટ ઉપર નો-પાર્કિંગ અને પ્રવેશબંધ

બે દિવસ સુધી શહેરના કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું મહોરમના તહેવાર દરમ્યાન શહેરમાં અલગ-અલગ જગ્યાએથી તાજીયાઓ નીકળતા હોય અને…

બે દિવસ સુધી શહેરના કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

મહોરમના તહેવાર દરમ્યાન શહેરમાં અલગ-અલગ જગ્યાએથી તાજીયાઓ નીકળતા હોય અને બહોળી સંખ્યામાં લોકો તાજીયા જોવા માટે આવતા હોય, જેથી તાજીયાના રૂૂટમાં કોઈપણ પ્રકારની ટ્રાફીક સમસ્યા ઉભી ન થાય અને સરળતાથી તાજીયા પસાર થાય તે હેતુસર શહેરના કેટલાક રસ્તાઓ ઉપર નો-પાર્કિંગ તેમજ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત ફરમાવ્ય માં આવ્યો છે. જુલૂસને લઈને શહેર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે.

આજે સાંજેથી તાજીયાનું જુલુસ નીકવાનું હોય તાજીયાના રૂૂટ ઉપર કેટલાક માર્ગો ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે અને પાર્કીંગ માટે પ્રતિબંધીત કરવામાં આવશે તેમજ મુખ્ય બંધ રસ્તાઓ ને બદલે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવમાં આવી છે. તેમજ સદર બજારમાં જરૂૂરીયાત મુજબ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે.

મહોરમને અનુલક્ષીને રાજકોટ શહેરમાં ભવ્ય તાજીયાના જુલૂસ નીકળવાના છે. આ સુશોભિત તાજીયાના દર્શન માટે દર વર્ષે બહોળી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ જનતા ઉમટી પડતી હોય છે. તહેવાર દરમિયાન શહેરમાં કાયદો, વ્યવસ્થા અને ટ્રાફિકની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જે અંતર્ગત તાજીયાના મુખ્ય રૂૂટ પર વાહનો માટે ’પ્રવેશ બંધ’ અને ’નો-પાર્કિંગ’ જાહેર કરવામાં આવ્યું છે. આ ટ્રાફિક નિયમન માટે તારીખ 26/06/2026 ના રાત્રે 8:00 વાગ્યા થી 27/06/2026 ના સવારે 5:00 વાગ્યા સુધી, તેમજ 27 જૂનના રોજ બપોરે 2:00 વાગ્યાથી રાત્રિના 12 વગ્યા સુધી અમલી રહેશે. આ જાહેરનામું ઇમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, શબવાહિની અને ફરજ પરના સરકારી વાહનોને લાગુ પડશે નહીં. પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

મુખ્ય બંધ રસ્તાઓ અને વૈકલ્પિક વ્યવસ્થા
પોલીસ પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, તાજીયાના રૂૂટ પર આવતા અનેક વિસ્તારોમાં વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે ઉપરાંત 80 ફૂટ રોડ અને સોરઠીયા-વે બ્રીજ: સોરઠીયા-વે બ્રીજથી જીલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા મેઈન રોડ અને કોઠારીયા નાકા પોલીસ ચોકી સુધીનો માર્ગ વાહનો માટે બંધ રહેશે. પેલેસ રોડ અને કેનાલ રોડ: કોઠારીયા નાકા પોલીસ ચોકીથી પેલેસ રોડ તેમજ ગુંદાવાડી પોલીસ ચોકીથી કેનાલ રોડ સુધી તમામ વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. સોની બજાર અને દરબારગઢ: દરબારગઢથી સોની બજાર રોડ થઈને કોઠારીયા પોલીસ ચોકી સુધીના રસ્તાઓ નો-પાર્કિંગ ઝોન હેઠળ રહેશે. સેન્ટ્રલ વિસ્તારોમાં રૈયા ચોકડી, કિસાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, અને જ્યુબેલી ચોક જેવા મુખ્ય રાજમાર્ગો પરથી જ્યારે તાજીયા પસાર થશે, ત્યારે ટ્રાફિક સંપૂર્ણ બંધ રખાશે. મહિલા અંડર બ્રીજથી કિસાનપરા તરફ જતો ટ્રાફિક ટાગોર રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.