Site icon Gujarat Mirror

મોઢુ બંધ રાખવા અજમેરા એજન્સીએ 5 લાખની ઓફર કરી !

ટેન્ડરની શરત મુજબ ખાનગી સફાઈ કામદારોને તા.10 સુધીમાં પગાર ચૂકવાતો નથી, પે-સ્લીપ અપાતી નથી, ESI નંબર પણ અપાતો નથી

જે તે વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટર સહિતના અધિકારીઓ અને અજમેરા એજન્સી વચ્ચે સાંઠગાંઠ હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ

રાજકોટ મનપાના સફાઈ કામદાર યુનિયનના પ્રમુખે ડેપ્યુટી કમિશનરને કરેલી લેખિત ફરિયાદમાં ચોંકાવનારો આક્ષેપ

રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ પ્રથાથી ચાલતી સફાઈ કામગીરીની આડમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાની આ અગાઉ પણ ન્યાયક ફરિયાદો ઉઠેલી છે. ત્યારે સફાઈ કામદાર યુનિયનના પ્રમુખે પારસ બી.બેડીયાએ ડેપ્યુટી મ્યુનિ.કમિશનરને આજે લેખિતમાં કરેલીરજુઆતમાં અત્યંત સ્ફોટક આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ખાનગી સફાઈ કામદારોના આર્થિક શોષણમાં જે તે વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટર અને અજમેરા એજન્સી વચ્ચે બહુ મોટી ભ્રષ્ટ સાંઠગાંઠ છે. સફાઈ કામદારો પ્રયત્યે થતો અન્યાય અને આર્થિક શોષણ બાબતે મોઢુ બંધ રાખવા અજમેરા એજન્સી તરફથી મને રૂા.5 લાખની ઓફર થઈ છે. એવો ચોંકાવનારો આક્ષેપ પણ યુનિયન પ્રમુખે કરતાં મનપાના સફાઈ વિભાગમાં ચકચાર મચી છે.

મનપાના સફાઈ કામદાર યુનિયને ડેપ્યુટી મ્યુનિ.કમિશનરને કરેલી લેખિત ફરિયાદમાં થયેલા આક્ષેપ મુજબ ટેન્ડરની શરત નંબર-4 મુજબ દર મહિને 10 મી તારીખ સુધીમાં પગાર ચુકવવો ફરજિયાત છે, પરંતુ વાસ્તવમાં ઘણા કોન્ટ્રાકટરો દ્વારા સમયસર પગાર આપવામાં આવતો નથી. તેમજ શરત નંબર-5 મુજબ દરેક કામદારોને પગાર સ્લીપ આપવામાં આવી જોઈએ, પરંતુ તે પણ આપવામાં આવતી નથી. આ ઉપરાંત કામદારોના પગારમાંથી નિયમિત રીતે પી.એફ. કાપવામાં આવે છે કે નહીં તે અંગે પારદર્શકતા નથી, તથા ઘાં કામદારોને આજદીન સુધી ઈ.એસ.આઈ.સી. નંબર આપવામાં આવ્યો નથી, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.

વધુમાં જી.ડી.અજમેરા એજન્સી દ્વારા કોન્ટ્રાકટ હેઠળ કામ કરતાં સફાઈ કામદારોના કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર અને કૌભાંડો કરવામાં આવ્યા છે. અને આ કૌભાંડને છુપાવવા માટે યુનિયનના પ્રમુખ પારસભાઈ બેડીયાને રૂા.5 લાખ જાહેરમાં દેવા આવ્યા હતાં. ત્યારે તેમનું સ્ટ્રીંગ ઓપરેશન કરી આ ઓફરને નકારી દેવામાં આવઈ હતી. માટે જે તમામ સફાઈ કામદારોને આ રકમ તાત્કાલીક અસરથી સંબંધીત કામદારોના બેંક ખાતામાં જમા કરવામાં આવે તેવી અમારી માંગ છે. સાથોસાથ, તમામ સફાઈ એજન્સીના કોન્ટ્રાકટરોને કડક સુચના આપવામાં આવે કે કોઈપણ કામદારોને લઘુત્તમ વેતન કરતાં ઓછું વેતન આપવામાં ન આવે ડમી સફાઈ કામદારોના નામે થતા ભ્રષ્ટાચારને તાત્કાલીક બંધ કરવામાં આવે. આ પહેલા અગાઉ પણ અમારા યુનિયન દ્વારા ડમી સફાઈ કામદારોના દુષણો લઈ અનેક લેખિત રજુઆતો કરવામાં આવી છે.

પરંતુ કયાંકને કયાંક જવાબદાર અધિકારીઓ, એસઆઈ, એસએસઆઈ અને કોન્ટ્રાકટરોની મીલીભગતના કારણે આ કૌભાંડ ચાલી રહ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા વોર્ડના એસઆઈ, એસએસઆઈ તેમજ જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને એજન્સીને બ્લેક લીસ્ટ કરવામાં આવે તેવી અમારી માંગ છે. આથી અમારી માંગ છે કે મંજુર થયેલા 136 નામોની નિષ્પક્ષ અને ન્યાયસંગત તપાસ કરવામાં આવે, જેમાં દરેક સફાી કામદારને દર્શાવેલી બિમારીની તટસ્થ તપાસ કરી અને જલાબદાર અધિકારીઓ, કાયમી સફાઈ કામદારો સામે ગુનો દાખલ કરવા માંગ કરી છે.

કાયમી સફાઈકર્મીની સ્વૈચ્છીક નિવૃત્તિ મંજૂર કરવા ટેબલ નીચે થતો મોટો વહીવટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાયમી સફાઈ કામદારોના સ્વૈચ્છીક રાજીનામા માટે 206 કામદારોનું લીસ્ઠ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાંથી 136 નામો અને મંજુરી આપવામાં આવી છે. પરંતુ આ મુંર થયેલા નામોમાં ઘણા એવા કાયમી સફાઈ કામદારો સામેલ છે, જેમને રાજકોટ મહાનગરપાલિકાના નિયમો મુજબ કોઈપણ પ્રકારની માન્ય બિમારી નથી, છતાં પણ પૈસાની સેટીંગ કરીને બોગસ મેડીકલ સર્ટીફીકટ રજુ કરી તેમના રાજીનામા મંજુર કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ખરેખર ગંભીર બિમારીનો ભોગ બનેલા ઘાં કાયમી સફાઈ કામદારો આ યાદીમાંથી બહાર રહી ગયા છે, જે ન્યાયવિરોધી છે.

Exit mobile version