Site icon Gujarat Mirror

ઉપલેટામાં મોજ નદીના પુલ પર અકસ્માત, કારની એરબેગ ખૂલી જતાં દંપતિ અને બાળકનો બચાવ

હિન્દુ ધર્મના હોળી ધુળેટી તહેવારને લઈને લોકો બહાર પરિવાર સાથે ફરવા જતા હોય છે ત્યારે ગત રાત્રિના ઉપલેટા શહેરના ધોરાજી રોડ પર ગત મોડી રાત્રે દોઢ વાગ્યે જીજે/03/એનપી/0378 નંબરની કાર ઉપર “ગિરિરાજ” લખેલી બલેનો કાર પુરપાટ વેગે ધોરાજી થી ઉપલેટા તરફ આવી રહી હોય ત્યારે ઉપલેટાના મોજ નદીના પુલ પર કોઈ કારણોસર કાર અથડાતા પુલ રેલિંગ તેમજ તેમને બંને તરફ લગાડેલી સેફ્ટી લોખંડની ગ્રીલ તોડી નાખેલ હતી.

રાત્રે 1:30 વાગ્યે ઝોંકુ આવી જવાને કારણે અકસ્માત સર્જાયો કે ટાયર ફાટવાના કારણે એ જાણી શકાયું નથી પરંતુ સદનસીબે કારની બંને એર બેગ ખુલી જતા કાર સવાર દંપતી સહિત બાળકનો આબાદ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને સો વર્ષ કરતાં પણ જુના આ ગોંડલ સ્ટેટ ના મહારાજા સર ભગવતસિંહજીએ બનાવેલ પુલની રેલીંગ તથા નગરપાલિકાએ બનાવેલ લોખંડની સેફ્ટી ગ્રીલને કારણે પુલ પરથી નીચે ખાબકતા બચી હતી અને કાર લોખંડની હેવી ગ્રીલ સાથે ટકરાઈને બીજી દિશા તરફ ફરી જતા 70 ફૂટ નીચે ખાબકતા કાર બચી હતી જેને લઈને કોઈ જાનહાની થવા પામી ન હતી. કોઈ જાનહાની થાય તે પહેલા વહેલી તકે તાત્કાલિક આ પુલ રીપેર કરી તૂટેલી ગ્રીલ ફિટ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરી હતી.

Exit mobile version