ગીરગઢડાના નગડિયામાં ‘હિટ એન્ડ રન’: બે મિત્રોના મોત

ગીરગઢડા તાલુકાના નગડિયા ગામની સીમમાં રાત્રિના સર્જાયેલા કાળમુખા હિટ એન્ડ રન ના બનાવે બે હસતા-ખેલતા પરિવારોના દીવડા ઓલવી નાખ્યા છે. ધોકડવા ગામના પેટ્રોલ પંપ પરથી…

ગીરગઢડા તાલુકાના નગડિયા ગામની સીમમાં રાત્રિના સર્જાયેલા કાળમુખા હિટ એન્ડ રન ના બનાવે બે હસતા-ખેલતા પરિવારોના દીવડા ઓલવી નાખ્યા છે. ધોકડવા ગામના પેટ્રોલ પંપ પરથી પોતાની શિફ્ટ પૂરી કરી બાઇક પર જસાધાર ઘરે પરત ફરી રહેલા બે આશાસ્પદ જુવાન મિત્રો ને પૂરપાટ આવતી અજાણી કારે કાળ ભેટે ધકેલી દીધા.બેફામ ઝડપે આવેલી કાર બાઇકને હવામાં ફંગોળીને પળવારમાં જ બે જિંદગી છીનવી ને નાસી છૂટી હતી.

ગીર ના જસાધાર ગામના વતનીમયુરભાઈ મેર અને સિરાજભાઈ મુસાભાઈ ધોકડવા પેટ્રોલ પંપ પર એક સાથે નોકરી કરતા હતા.રોજિંદા ક્રમ મુજબ રાત્રેપોતાની ફરજ પૂરી કરી બંને પરમ મિત્રો બાઇક પર સવાર થઈ પોતાના વ્હાલસોયા ઘર તરફ નીકળ્યા હતા. નગડિયા ગામની સીમમાંથી પસાર થતી વખતેકાળબની ને આવેલી અજાણી કાર સામેથી અત્યંત બેફામગતિએ ધસી આવી.પળનો પણ વિચાર કર્યાવિનાનરાધમચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી દીધી.ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને યુવાનો રોડ પર દૂર સુધી ફંગોળાઈગયાઅને બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો.

ગંભીર શારીરિક ઇજાઆ ેઅને માથામાં થયેલી જીવલેણ ઈજાઓના કારણે મયુરભાઈએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો. જુવાનજોધ દીકરાનો નિષ્પ્રાણ દેહ જોઈ હાજર સૌના હૈયા કંપી ઉઠ્યા. લોહીલુહાણ હાલતમાં તરફડી રહેલા સિરાજભાઈને તાત્કાલિક 108 મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. પરંતુ તેમની નાજુક હાલત જોતા તબીબોએ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કર્યા. કમનસીબે જીવન-મરણ વચ્ચે ઝઝૂમતા સિરાજભાઈએ પણ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો. બે કલાકમાં જ બે મિત્રો ની અર્થી ઉઠતા સમગ્ર પંથક હચમચી ગયો.

ઘટનાની જાણ થતાં જ ગીર ગઢડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અકસ્માતની ગંભીરતાને ધ્યાને લઈ ઉના વિભાગના ઉઢજઙ એમ.એફ. ચૌધરી પણ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા.
મૃતક મયુરભાઈના કાકા અરજણભાઈ મેરે અજાણ્યા ફરાર કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈંઙઈની કલમ 304, 279, 337, 338 તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આરોપીને ઝડપી લેવા પોલીસે જસાધાર વનવિભાગની ચેકપોસ્ટ તેમજ નગડિયા-ધોકડવા માર્ગ પરના તમામ ઈઈઝટ કેમેરાના ફૂટેજ કબજે કરી બારીકાઈથી તપાસ શરૂ કરી છે. રાતના અંધારાનો લાભ લઈ નાસી છૂટેલા ચાલકને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જસાધારમાં માતમ, પરિવારો પર આભ તૂટી પડ્યું હતું બે નિર્દોષ, કમાઉ દીકરાઓના અકાળે મોતથી નાનકડા જસાધાર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.