જુનાગઢ

જેતપુરના 50 મુસાફર ભરેલી ખાનગી ટ્રાવેલ્સની બસનો અંબાજી પાસે અકસ્માત

Published

on

જેતપુરથી ખાનગી ટ્રાવેલ્સમાં જઈ રહેલા 50 મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી બસ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ખાતે આવેલ ત્રિસુડીયા ઘાટી પાસે પલટી ખાઈ જતા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે જ્યારે સાત થી આઠ વ્યક્તિઓને સામાન્ય ઈજા થતાં દાંતાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. આ અકસ્માતમાં સાવ નજીવી ઈજા થયેલા મોરબીના 8 અને જામનગરના 12 પ્રવાસીઓને તેમના વતન પરત પહોંચાડવા માટે બનાસકાંઠાના કલેક્ટર શ્રી વરૂૂણ બરનવાલ તથા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અંગત રસ દાખવીને જામનગર અને મોરબીના કલેકટર સાથે સંકલનમાં રહીને તાત્કાલિક વિશેષ વ્યવસ્થા કરી છે.
આ અંગેની વધુ વિગતો મુજબ,પાલનપુર મોઢેરા હાઈવે પર અંબાજીથી 12 કીમી દુર બસ નં. જી જે 14 ટી 0574 નો અકસ્માત થયો હતો. બસની બ્રેક ખરાબ થઈ જવાના લીધે ઢોળાવવાળા રસ્તા પર બ્રેક ન લાગતાં ડીવાઈડર સાથે અથડાઈને બસ પલ્ટી ખાવાને લીધે આ અકસ્માત બનવા પામેલ છે. કોઈ માનવમૃત્યુ હજુ સુધી નોંધાયેલ નથી. સામાન્ય ઈજા થયેલ તમામ મુસાફરોને તેમના વતન પર જ પહોંચાડવાની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version