ગુજરાત
પત્ની રિસામણે ચાલી જતાં 7 મહિના પૂર્વે જ પરણેલા યુવાનનો આપઘાત
કોઠારિયા સોલવન્ટનો બનાવ: બે બહેનોના એકના એક ભાઇએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
શહેરની ભાગોળે ગોંડલ હાઇવે પર આવેલા કોઠારીયા સોલવન્ટમાં રહેતા અને 7 મહિના પૂર્વેજ લગ્નના તાતણે બધાયેલા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પત્ની રીસામણે ચાલી થતા લાગી આવવાથી આ પગલુ ભરી લેતા બે બહેનોના એકના એક ભાઇના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ વિસ્તરમાં આવેલા 25 વારીયા કવાર્ટરમાં રહેતા ચિરાગ મનસુખભાઇ મકવાણા (ઉ.વ.25) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે પંખામાં દોરડુ બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના સ્ટાફે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક ચિરાગ મકવાણા બે બેહનોનો એકનો એક મોટોભાઇ હતો. તે કારખાનામાં કામ કરતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ ચિરાગના લગ્ન સાત મહિના પૂર્વે જ કિષ્ના નામની યુવતી સાથે થયા હતા લગ્ન બાદ દંપતિ વચ્ચે ઘરકંકાસ થતા પત્ની ક્રિષ્ના બે મહિનાથી તેના માવતરે રિસમાણે ચાલી ગઇ હતી.
પત્ની રિસામણેથી પરત આવતી ન હોવાથી લાગી આવતા ચિરાગે આ પગલુ ભરી લીધાનું જણાવ્યુ હતુ બે બહેનોના એકના એક ભાઇના આપઘાતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી. આ અંગે આજીડેમ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.