Site icon Gujarat Mirror

અમરેલીમાં પેટના દુ:ખાવાની દવા લેવા જતો યુવક બાઈક પરથી પટકાતા મોત

અમરેલીમાં રહેતા યુવકને પેટમાં દુખાવો ઉપડતા બાઈક પાછળ બેસી દવા લેવા જતો હતો ત્યારે યુવાન ચાલુ બાઈકે ચક્કર આવતા નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીમાં જુમ્મા મસ્જિદ પાસે પાણી દરવાજા વિસ્તારમાં રહેતા અનિલ મહેન્દ્રભાઈ જોશી નામના 40 વર્ષના યુવકને પેટના પેટમાં દુખાવો ઉપડતા વિમલભાઈના બાઈક પાછળ બેસી દવા લેવા જતો હતો ત્યારે લાઠી રોડ પર અનિલ જોશીને ચક્કર આવતા ચાલુ બાઈકે નીચે પટકાયો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. મૃતક યુવાન બે ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બનાવવામાં ગોંડલમાં ગુંદાળા ફાટક પાસે રહેતા પરિવારની અવંતિકાબેન અજયભાઈ ખરાડી નામની દોઢ વર્ષની બાળકી રમતા રમતા ગરમ પાણીને અડી જતા દાઝી ગઈ હતી જ્યારે કુતિયાણાના છત્રાવા ગામે રિસામણે બેઠેલી વાલીબેન ભીમાભાઇ ખૂટી નામની 25 વર્ષની યુવતી રસોઈ બનાવતી વેળાએ દાઝી ગઈ હતી બાળકી અને પરિણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version