Site icon Gujarat Mirror

રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં જીઇબીના રીએકટર ચોરી કરતી ટોળકી ઝડપાઇ

રાજકોટ,જુનાગઢ તથા અમરેલી જીલ્લામા છેલ્લા ઘણા સમયથી જેટકો જી.ઇ.બી.66 કે.વી. સબ સ્ટેશનમા રીએક્ટર ચોરીના બનાવમાં સંડોવાયેલી ટોળકીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ ટોળકીના પાંચ સભ્યોની ધરપકડ કરી રૂૂ. રૂૂ.3.14 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ટોળકીના અન્ય ચાર સભ્યોની શોધખોળ શરુ કરી છે.

રાજકોટ જીલ્લામાં પાટણવાવ 66 કે.વી.પાટણવાવ સબ સ્ટેશનમા રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને રૂૂ.1.17 લાખના રીએક્ટર ચોરી જતા આ મામલે જુનીયર ઇજનેર તરીકે ફરજ બજાવતા ગૌરાંગભાઇ કેશવજીભાઇ વાઢીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ જીલ્લામાં પીજીવીસીએલના વાયર અને રીએક્ટર ચોરી કરતી ટોળકી સક્રિય થતા એલસીબી અને સ્થાનિક પોલીસે તપાસ શરૂૂ કરી હતી. જેમાં એલસીબીને મળેલી બાતમીને આધારે કાટીયો ઉર્ફ કટી ઉર્ફ અશોક નરશીભાઇ વિરમગામીયા (ઉ.વ. 35 રહે. મોરબી વીસીપરા તા.જી.મોરબી મુળ રહે. ગામ કંકાવટી તા ધાંગંધ્રા જી. સુરેન્દ્રનગર),આકાશ સુરેશભાઇ વિકાણી ( ઉ.વ. 24 રહે. રાજકોટ માધાપર ચોકડી દ્રારકાધીશ પેટ્રોલપંપ પાછળ મુળ રહે. મોરબી લીલાપર રોડ તા.જી.મોરબી),ઘનશ્યામ રાજુભાઇ હળવદીયા (ઉ.વ. 26 રહે. મોરબી લીલાપર રોડ સાત હનુમાન મંદીર પાસે તા.જી.મોરબી મુળ રહે. વઢવાણ કુષ્ણનગર પાણીની ટાંકી પાસે જી સુરેન્દ્રનગર),શંભુભાઇ કરશનભાઇ ખાવડીયા (ઉ.વ. 38 રહે. ધાંગ્રધ્રા વાદીપરા ત્રણ માળીયા પાછળ રાજપર રોડ તા. ધાંગ્રધ્રા જી સુરેન્દ્રનગર), વિજયભાઇ ઉર્ફ કાળીયો વિનોદભાઇ સોલંકી (ઉ.વ. 28 રહે. મોરબી વીસીપરા મેઇનરોડ હનુમાનજીના મંદીર સામે તા.જી.મોરબી) અને કાયદા ના સંઘર્ષમા આવેલ સગીરની ધરપકડ કરી હતી. પુછપરછમાં મોરબીના દીપક કેશુભાઇ ડેરવાણીયા, કરણ ઓઘાભાઇ ભુતીયા સાથે રાજકોટના શાયર દલસુખભાઇ મકવાણા તેમજ અમદાવાદના અરુણ વજુભાઇ વિરમગામીયાનું નામ ખુલ્યું હતું. આ ટોળકી પાસેથી ઇકો કાર નંબર જીજે13 એઆર 9688 સહીત રૂૂ.3.14 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. આ ટોળકી જેટકો જી.ઇ.બી. સબ સ્ટેશનમાં પાવર બેંકના પડેલ રીએક્ટરના આઇસોલેટેડ કેબલ કટર દ્રારા કાપી જમ્પર ખોલી રીએક્ટરની ચોરી કરવાની એમઓ ધરાવે છે.

આ ટોળકીએ રાજકોટ,જુનાગઢ તથા અમરેલી જીલ્લામા ચાર ચોરી કબુલી હતી. જીલ્લા પોલસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહીલ, આર.વી. ભીમાણી, એ.એસ.આઇ બાલક્રૃષ્ણભાઇ ત્રીવેદી, શક્તિસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, ઇન્દ્રવિજયસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, રવિભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહીતભાઇ બકોત્રા, તથા પો.હેઙકોન્સ અરવિંદસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, રસીકભાઇ જમોડ, કૌશીકભાઇ જોષી, હરેશભાઇ પરમાર, ભગીરથસીંહ જાડેજા મનોજભાઇ બાયલ, નીલેશભાઇ ડાંગર તથા પો.કોન્સ મહીપાલસિંહ જાડેજા, પ્રકાશભાઇ પરમાર,ભાવેશભાઇ મકવાણા, મીરલભાઇ ચંદ્રવાડીયા, વિજયભાઇ સીંહાર તથા ડ્રા. પો.કોન્સ. અબ્દુલભાઇ શેખે કામગીરી કરી હતી.

Exit mobile version