અમરેલી

જાફરાબાદના સનખડા ગામે નદીમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત

Published

on

દસેક મિત્રો સાથે માલણ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયો હતો

મૂળ અમરેલી જિલ્લા નાં જાફરાબાદ તાલુકાના જયદિપ વાધેલા નામનો 20 વર્ષિય યુવક પોતાના સનખડા ગામે થી અભ્યાસ કરવા આવતા યુવાનો સાથે મિત્રતા કેળવી હોય અને ઉના નાં સનખડા ગામે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો ભરાય છે તે માણવા મિત્રો ની સાથે સનખડા ગામે આવેલ હતો બપોરના સમયે દશ બાર મિત્રો માલણ નદી માં નાહવા ગયેલ આ દરમિયાન જયદિપ વાધેલા શ્મશાન નજીક આવેલા ઊંડા ભુવા નાં પાણીમાં તણાવવા લાગતાં ડૂબવા લાગ્યો હતો અને બુમાબુમ પાડતાં તેનાં મિત્રો દ્વારા બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ રાવલ નદીમાં પાણી નાં પ્રહાર ભારે વહેતાં હોવાનાં કારણે બચાવવો મુશ્કેલ બનતાં તાત્કાલિક ગામલોકો ને જાણ થતાં મોટીસંખ્યામાં લોકો નદી કાંઠે ઉમટી પડી પહેલાં તરવૈયા યુવાનો એ શોધખોળ કરતાં નિષ્ફળ રહ્યા હતા.


ત્યાર બાદ ત્યાં બંદોબસ્ત માં રહેલ પોલીસ એ નદી નાં કાંઠે ભેગા થયેલાં લોકો ને દુર કરી મામલતદાર અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા એન.ડી.આર.એફ ટીમ ને સ્થળે બોલાવી શ્મશાન નજીક તપાસ શરૂૂ કરતાં બે કલાક ની ભારે જહેમત બાદ આશાસ્પદ યુવાન જયદિપ વાધેલા ઉવ20 નાં મૃતદેહ ને પાણી માંથી બહાર કાઢીને સનખડા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો મૃતક જયદીપ વાધેલા નાં પરીવાર ને જાણ કરાતાં તે પણ જાફરાબાદ થી સનખડા દોડી આવ્યા હતા અને પોતાનાં લાડકવાયા જવાન જોધ દિકરા નાં મૃતદેહ ને જોતાં ભાગી પડ્યા હતાં અને શોકમય વાતાવરણ ફેલાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version