કચ્છ

અંજારની ભરબજારમાં ધોળે દિવસે પૈસાની લેતી-દેતીમાં યુવાનની હત્યા

Published

on

કચ્છમાં ત્રણ દિવસમાં હત્યાના પાંચ બનાવ: આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી લીધો

કચ્છમાં નજીવી બાબતે હત્યાના બનાવો છેલ્લા 3 દિવસમાં પાંચ બનાવ સામે આવ્યા છે. પહેલા ગાંધીધામમા જુગાર રમવાની બાબતે થયેલા ઝધડામા એક યુવાન હત્યા અને તે જ દિવસે માધાપરમાં ભાઇના હાથે ભાઇની હત્યાનો મામલો સામે આવ્યો હતો. તો અંજારમાં ગઇકાલે જ એક શ્રમીકની હત્યાનો મામલો સામે આવ્યો હતો જ્યારે બીજી તરફ ભુજમાં એરફોર્સ સામે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જેની તપાસમાં પણ મોબાઇલ માટે યુવકની હત્યા થઇ હોવાનુ સામે આવ્યુ હતું. આ બનાવોની તપાસ હજુ પુર્ણ થઇ નથી ત્યા ફરી એક હત્યાની ધટના સામે આવી છે.


અંજારના ગંગાનાકાથી ગંગાબજાર જતા માર્ગ પર જતા ધમધમતા વિસ્તારમાં ખૂનની ઘટના સામે આવી છે. જેમાં પીઆઇ એ.આર.ગોહીલે વિગતો આપી હતી કે, મૃતક- જગદીશ શંભુભાઈ દેવીપૂજક અને હત્યા કરનાર કાનજી નાનજી દેવીપૂજક બન્ને જણા એક્ટિવા પર સાથે જઇ રહ્યા હતા. અને મૃતક જગદિશ પાસેથી કાનજીએ રૂૂ.5 હજાર ઉછીના લીધા હતા તે મુદ્દે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. અને ગંગાનાકાના ગેટથી આગળ લીમડાના ઝાડ પાસે બન્ને જણા એક્ટિવા પર સાથે જઇ રહ્યા હતા ત્યારે અચાનક વિફરેલા કાનજીએ જગદિશને છરીના ઘા ઝીંકી હત્યાને અંજામ આપ્યો હતો.


સરા જાહેર બનેલી આ ઘટનામાં જાણ થતાં જ અંજાર પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે ધસી ગઇ હતી. પોલીસે હત્યા કરનાર કાનજીને ગણતરીના કલાકમાં જ પકડી લીધો હતો. પરંતુ એક તરફ તહેવારોની સિઝનના કારણે સતત ધમધમતા આ બજાર પાસે ધોળે દહાડે હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય છે કે, કચ્છમાં ગુનાઓની સંખ્યા જોતા જ જિલ્લામાં બે એસપી કચેરી શરૂૂ કરાઇ હતી. ધમધમતા વિસ્તારમાં ધોળે દિવસે છરીના ઘા ઝીંકી હત્યાને અંજામ અપાયો હતો. આ ઘટનામાં ઘટનાસ્થળે હાજર લોકોએ મોબાઇલમાં વિડીયો શૂટ કરવામાં મશગુલ બન્યા હતા. માત્ર ત્યાં નજીકમાં જ હાજર એક વૃધ્ધે રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ નિષ્ફળ રહ્યા હતા. ખરેખર આવી ઘટના સમયે હાજર લોકોએ બચાવવાનો પ્રયાસ કરવો જોઇએ તેવી ચર્ચા પણ ઉઠી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version