Site icon Gujarat Mirror

દીવાલિયાપરામાં ક્રિકેટ રમતા યુવકને અજાણ્યા બાઇક ચાલકે ઉલાળતા મોત

શહેરની ભાગોળે આવેલા નવાગામના દીવાલીયાપરામાં રહેતો અને કારખાનામાં મજુરી કામ કરતો યુવક રવીવારની રજા હોવાથી શેરીમાં ક્રિકેટ રમતો હતો ત્યારે અજાણ્યા વાહને ઠોકરે લેતા સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

નવાગામ દીવાલીયાપરામાં રહેતો મહમ્મદ મુમતાજભાઈ મોસ્લિમ (ઉ.25) તા.18ને રવિવારના રોજ બપોરે એકાદ વાગ્યે આસપાસ ઘર પાસે ક્રિકેટ રમતો હતો ત્યારે માતેલા સાંઢ બની આવેલા અજાણ્યા વાહને યુવકને ઠોકરે લેતાં માથે-શરીરે ઈજા પહોંચતા બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવકે દમ તોડી દેતાં કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ તપાસ હાથ ધરતા મૃતક મુળ બિહારનો વતની હતો તેમજ ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો અને પરણિત હતો. સંતાનમાં એક પુત્રી છે. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

Exit mobile version