Site icon Gujarat Mirror

મેટોડામાં મામાના ઘરે ઉત્તરાયણ કરવા આવેલી ચાર વર્ષની બાળકી ઉપર ડેલો પડતા ગંભીર

ઘર પાસે રમતી હતી ને લોખંડનો ડેલો પડ્યો: સારવારમાં ખસેડાઇ

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં મામાના ઘરે ઉતરાયણ કરવા આવેલી ચાર વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે લોખંડનો ડેલો માથે પડતા તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા તેની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે.

જાણવા મળતી વિગત મુજબ મુળ ઉતરપ્રદેશના વતની અને હાલ શાપર વેરાવળમાં કારખાનામાં રહી કામ કરતા તુલરામ પાલ નામના શ્રમિકની ચાર વર્ષની પુત્રી માનવી મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.3માં આવેલા અંકુર નામના કારખાનામાં રહેતા તેના મામા રતન રામના ઘરે ઉતરાયણ કરવા માટે ગઇ હતી. દરમ્યાન આજે સવારે માનવી મામાના ઘરે કારખાનામાં રમતી હતી. ત્યારે અકસ્માતે લોખંડનો ડેલો માથે પડતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ ખાનગી બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જયા તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રથામિક નોંધ કરી મેટોડા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણ થતા બાળકીના માતા-પિતા હોસ્પિટલે દોડી આવ્યા હતા.

Exit mobile version