Site icon Gujarat Mirror

ગૃહ કલેશથી કંટાળી મહિલાનો ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસ

શહેરના મોરબી રોડ પર ચામડીયા પરામાં રહેતી મહિલાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર ચામડીયા પરામાં રહેતી ઝરીનાબેન રજાકભાઇ લાખાણી (ઉ.વ.35)નામની મહિલાએ આજે સવારે પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ટીકડા પી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં ઝરીનાબેનને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનુ અને તેનો પતિ રિક્ષા ચાલક હોવાનુ જાણવા મળ્યુ છે. તેણીએ ગૃહકલેશથી કંટાળી આ પગલુ ભરી લીધાનુ ખુલવા પામ્યુ છે.

Exit mobile version