Site icon Gujarat Mirror

દરેડ બ્રાસપાર્ટ ફેકટરીમાં દાઝી ગયેલા એક શ્રમિકે દમ તોડ્યો

જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ગત રવિવારે સાંજે એક બ્રાસપાટ ની ભઠ્ઠીમાં પિત્તળ નો રસ ઓગાળવામાં આવતો હતો, જે દરમિયાન એકાએક બ્લાસ્ટ થયો હતો, અને પિત્તળનો રસ ઉડવાના કારણે ચાર શ્રમિકો ગંભીર સ્વરૂૂપે દાઝી ગયા હતા. અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જે દરમિયાન આજે એક શ્રમિકે સારવાર દરમિયાન દમ તોડ્યો છે, અને તેનું મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. ફેઇઝ- 3 માં આવેલા શાંતિ મેટલ નામના બ્રાસ પાર્ટના કારખાના ની ભઠ્ઠીમાં ગત 15 મી તારીખે સાંજે એકાએક બ્લાસ્ટ થયો હતો. પિત્તળ નો રસ ઉડવાની સમયે ભઠ્ઠીમાં ગેસ બની ગયો હતો, અને બ્લાસ્ટ થવાથી બ્રાસનો ગરમ રસ ત્યાં કામ કરી રહેલા ચાર શ્રમિકો ઉપર ઉડ્યો હતો.

જે પૈકીના વિજયપાલ તેજરામ રાજપૂત (ઉંમર વર્ષ 31) કે જે મૂળ ઉત્તર પ્રદેશના વતની છે, અને હાલ દરેડ જીઆઇડીસી નજીકના વિસ્તારમાં ભાડાની ઓરડીમાં રહે છે, તે ઉપરાંત તેની સાથે કામ કરતા તેના ભાઈ સોમપાલ તેજરામભાઈ રાજપુત, અનિલભાઈ, તથા સંજય પાસવાન નામના ચાર પરપ્રાંતીય શ્રમિકો ગંભીર સ્વરૂૂપે દાઝ્યા હતા.

જે ચારેયને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં વિજયપાલ રાજપૂત વધુ ગંભીર સ્વરૂૂપે દાજી ગયા હોવાથી તેણે આજે સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને દમ તોડ્યો છે, અને તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવની જાણ થતાં પાનવહ કોશી બી. ડિવિઝન ના પી.એસ.આઈ. એચ.વી. રોયલા તેઓની ટીમ સાથે જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, અને બનાવના સ્થળનું પંચનામુ કરી અને શ્રમિકોના નિવેદનો વગેરે નોંધવાનું શરૂૂ કર્યું છે.

Exit mobile version