Site icon Gujarat Mirror

હરીફ ધંધાર્થીની હત્યા માટે રૂા. બે લાખની સોપારી આપી !

જેલમાં બંધ કિલરનો સાગરીત દેશી પિસ્તોલ સાથે ઝડપાઇ જતા ભાંડો ફૂટ્યો, ભાડુતી મારા અને વેપારીની ધરપકડ

કોઠારિયા સોલ્વન્ટ પાસે રહેતા ભંગારના વેપારી અઝીઝ મુબારક સૈયદની ધંધાની હરીફાઈમાં હરીફ ધંધાર્થીએ હત્યાની સોપારી આપ્યાનો ક્રાઈમ બ્રાંચ સમક્ષ હથિયાર સાથે પકડાયેલ શખ્સે ઘટસ્ફોટ કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. કાઈમ બ્રાંચની ટીમે બરતનગર માંથી એક શખ્સને હથિયાર સાથે પકડ્યો હતો જેની પૂછપરછમાં હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં રહેલા શખ્સનું નામ ખુલ્યું હતું જેનો જેલ માંથી કબજો લઇ ક્રાઈમ બ્રાંચે પુછપરછ કરતા આખો મામલો હત્યાની ચોપારી સાથે જોડાયેલો હોવાનું ખુલતા પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ હતી.

મળતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાંચના દીપકભાઈ ડાંગર અને કનકસિંહ સોલંકીને મળેલી બાતમીના આધારે ગઈ તા. 13ના રોજ બરકતીનગર શેરી ને 5 માં રહેતા સરફરાઝ શબ્દર પઠાણને દેશી બનાવટની પિસ્તોલ દેશી બનાવટના 12 બોરના જોટા અને 4 કાર્ટિસ સાથે ઝડપી લેવાયો હતો. પૂછપરછમાં બરકતીનગર શેરી નં.2 રહેતા અને હાલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા હત્યાની કોશિષના ગુનામાં જેલ માં બંધ આસિફ હસનઅલી શેખે આ બંને હથિયાર અને કાર્ટિસ પોતાને સાચવવા આપ્યાની કબૂલાત આપી હતી. ક્રાઈમ બ્રાંચે તેનો ટ્રાન્સફર વોરન્ટના આધારે જેલમાંથી કબજો મેળવી ચાર દિવસના રિમાન્ડ પર લઈ પૂછપરછ કરતાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.

આસિફે કબૂલાત આપી હતી કે તેના ઘર પાસે ભંગારનો ધંધો કરતા લાલમોહમ્મદ રસીદખાન પઠાણને પાડોશમાં રહેતા અને ભંગારનો ધંધો કરતાં અઝીઝઅલી સાથે ભંગારના ધંધા અને છોકરાઓ બાબતે અઝીઝઅલી સાથે માથાકૂટ ચાલતી હતી.
આ સ્થિતિમાં તેને લાલમોહમ્મદે અઝીઝઅલીને મારી નાખવા માટે રૂૂા. બે લાખની સોપારી આપી હતી. એટલું જ નહીં આ માટે જે પણ ખર્ચ થાય તે આપવા અને તેને છોડાવી દેવાની પણ તૈયારી બતાવી હતી.

માથાકૂટ ચાલતી હતી. તેને પણ આ યોજનાના ભાગરૂૂપે તે યુપી ગયો હતો. જ્યાંથી હત્યા કરવા માટે ભંગારના ડેલામાં 12 બોરના જોટો પણ આવ્યો હતો. પોલીસ તેની પાછળ હોવાની જાણ થતાં તેણે આ બંને હથિયારો સરફરાઝને સાચવવા આપ્યા હતાં. હત્યાને અંજામ આપે તે પહેલાં જ આસીફઅલીને એક શખ્સ સાથે માથાકૂટ થતા જેલમાં જવું પડયું હતું ક્રાઈમ બ્રાંચે સરફરાઝને બંને હથિયારો સાથે ઝડપી લીધો હતો.

આરોપી આસિફે એવી પણ કુલાત કબૂલાત આપી હતી કે લાલમોહમ્મદે તેને એડવાન્સ પેટે ઓનલાઈન રૂૂા. 36 હજાર અને રોકડા રૂૂા. 10 હજાર મળ્યા હતાં. આ ચોકાવનારા ખુલાસા બાદ ક્રાઈમ બ્રાંચે આકેસમાં બીએનએસની સુધી આપ્યા કલમ 55, 63નો ઉમેરો કર્યો છે. સાથોસાથ જેની હત્યાની સોપારી અપાઇ હતી તે અઝીઝઅલીનું મેજિસ્ટ્રેટ રૂૂબરૂૂ નિવેદન પણ લેવડાવ્યું છે.આરોપી લાલમોહમ્મદે આરોપી આસિફને ધંધામાં તેના હરિફ અઝીઝઅલીની હત્યાની સોપારી આપી હતી, જે માટે બંને ભેગા થયા હતાં.

લાલમોહમ્મદ પોતાના ઘરમાં આ યોજના અંગે આરોપી આસિફ સાથે વાતચીત કરતો હતો ત્યારે તેની પત્ની બધું સાંભળી ગઇ હતી. પરિણામે તે પણ ચોંકી ઉઠી હતી. તેણે પતિ લાલમોહમ્મદને પોતાના સંતાનો નાના હોવાનું જણાવી કોઇપણ ખોટુ કામ નહીં કરવા સમજાવ્યા હતાં.

એટલું જ નહીં તેને દરગાહે લઇ જઈ પકસમથ પણ અપાવતા આખરે ઢીલો પડયો હતો. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઈમ ભરત.બી.બસીયાની સુચના અને કાઈમ બ્રાંચના પીઆઈ એમ. આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર, સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.બી. જાડેજા સાથે એ.એસ.આઇ. જનકભાઇ ફુગશીયા, ચેતનસિંહ ગોહિલ, ઉમેશભાઇ ચાવડા, સુભાષભાઇ ઘોઘારી, ગીરીરાજસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.

Exit mobile version