ગુજરાત

દિલ્હી એઈમ્સમાં ફરજ બજાવનાર રાજકોટના ન્યુરો સર્જનની અંતિમ યાત્રામાં શોકનું મોજું

Published

on

મૃતક તબીબનો મૃતદેહ હવાઈ માર્ગે રાજકોટ લવાયા બાદ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં તબીબો જોડાયા

મુળ રાજકોટનાં વતની અને દિલ્હી એઈમ્સમાં ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવતાં રાજકોટ દુરદર્શનના ભૂતપૂર્વ કર્મચારીના પુત્ર ડો.રાજ મનસુખભાઈ ધોણીયા (ઉ.34)એ દિલ્હીના ગૌતમનગર સ્થિત પોતાના ઘરે આપઘાત કરી લીધાની ઘટના બાદ પરિવારજનો તેમના મૃતદેહને લઈને હવાઈ માર્ગે રાજકોટ આવ્યા હતાં અને રાત્રેે ડોકટર રાજ ધોણીયાની અંતિમ વિધી કરવામાં આવી હતી. ડો.રાજની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં રાજકોટનાં તબીબો જોડાયા હતાં. અંતિમ યાત્રામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.


દિલ્હીના ગૌતમનગર સ્થિત પોતાના ઘરે ઈન્જેકશન વડે દવાનો ઓવર ડોઝ લઈ આપઘાત કરી લેનાર ડો.રાજ મનસુખ ધોણીયાના પત્ની હિનાબેન રક્ષાબંધનના પર્વ ઉપર રાજકોટ આવ્યા બાદ પતિ રાજને ફોન કરતાં તેણે ફોન રિસીવ નહીં કરતાં પોતાના ફલેટમાં રહેતા ડો.આકાંક્ષાને તપાસ કરવાનું કહેતા આ ઘટનાની જાણ થઈ હતી. ડો.રાજે આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટમાં કોઈને દોષિ નહીં માનતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આ ઘટનાની કરૂણતા એવી છે કે મૃતક રાજના બહેન રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ ભાઈના આપઘાતના સમાચારથી ભારે શોકમાં ગરકાવ થઈ ગયા હતાં. મૃતક રાજના મૃતદેહને હવાઈ માર્ગે રાજકોટ લવાયા બાદ ત્રિપદા સોસાયટી સ્થિત તેમના નિવાસસ્થાનેથી મોડી રાત્રે અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ડોકટર રાજના સ્વજનો, મિત્રો અને તબીબો જોડાયા હતાં. પરિવારનો આધાર સ્થંભ ગુમાવવાથી પરિવાર શોકમગન બની ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version