ગુજરાત આવતા દારૂ ભરેલા ટ્રકે મધ્ય પ્રદેશમાં પોલીસ અધિકારીને કચડી નાખ્યા

મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં રાજ્યમાં દારૂૂની ગેરકાયદે હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા તપાસ અને વાહન ચેકિંગની કાર્યવાહી દરમિયાન એક એવી દુ:ખદ ઘટના બની છે, જેણે પોલીસની…

મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં રાજ્યમાં દારૂૂની ગેરકાયદે હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા તપાસ અને વાહન ચેકિંગની કાર્યવાહી દરમિયાન એક એવી દુ:ખદ ઘટના બની છે, જેણે પોલીસની સુરક્ષા અને દારૂૂ તસ્કરી સાથે સંકળાયેલા નેટવર્કની ગંભીરતા સામે સવાલો ઊભા કર્યા છે.

દેવાસ જિલ્લાના ખાતેગાંવના થાણા પ્રભારી દિલીપ પુરી ગેરકાયદે દારૂૂ ભરેલા ટ્રકને પકડવા માટે પોલીસ ટીમ સાથે મેદાનમાં ઉતર્યા હતા. આ દરમિયાન ટ્રક ચાલકે વાહન રોકવાને બદલે તેમને અડફેટે લીધા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર, ટ્રકમાં મોટી માત્રામાં દારૂૂ લઈ જવામાં આવી રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ વાહન હરદા તરફથી આવીને ઇન્દોરના રસ્તે ગુજરાત તરફ જવાનું હોવાની માહિતી મળતાં પોલીસ દ્વારા તેને પકડવા માટે કાર્યવાહી ગોઠવવામાં આવી હતી.

પોલીસની ટીમો દ્વારા સંભવિત માર્ગો પર નજર રાખવામાં આવી રહી હતી. આ જ દરમિયાન ટ્રકને રોકવાના પ્રયાસમાં દિલીપ પુરી ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ તબીબોના પ્રયાસો છતાં તેમનો જીવ બચાવી શકાયો નહોતો.

મળતી માહિતી મુજબ, રવિવારની મોડી રાત્રે ખાતેગાંવ પોલીસને વિસ્તારમાંથી ગેરકાયદે દારૂૂની હેરાફેરી થવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે થાણા પ્રભારી દિલીપ કુમાર પુરી પોતાની ટીમ સાથે ઇન્દોર-બૈતૂલ હાઇવે પર વાહનોની તપાસ કરવા પહોંચ્યા હતા. પોલીસને શંકા હતી કે દારૂૂ ભરેલું એક આયશર વાહન આ માર્ગ પરથી પસાર થવાનું છે. પોલીસ ટીમે શંકાસ્પદ વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દિલીપ પુરીએ આયશર વાહનના ચાલકને નીચે ઉતરવા માટે કહ્યું હતું. જોકે, આરોપ છે કે ચાલકે વાહન રોકવાને બદલે તેને આગળ ધપાવ્યું હતું. પરિસ્થિતિને જોતા વાહન ચાલકે ડિવાઇડર પર ટ્રક ચઢાવીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં થાણા પ્રભારી દિલીપ પુરી વાહનની અડફેટે આવીને નીચે પટકાયા હતા. ત્યારબાદ ટ્રકનું પાછળનું પૈડું તેમના શરીર પરથી ફરી વળ્યું હતું.

ઘટનાને અંજામ આપ્યા બાદ આયશર વાહનનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અહેવાલો અનુસાર, આરોપી ચાલક વાહનને સાંદલપુર વિસ્તારમાં છોડીને નાસી છૂટ્યો હતો. પોલીસે વાહન કબજે કરીને ફરાર ચાલકની ઓળખ અને તેની ધરપકડ માટે તપાસ હાથ ધરવામાં આવી છે.