ગુજરાત

ધરમનગર ક્વાર્ટરમાં ધો.12ના છાત્રનો ફાંસો ખાઈ આપઘાત

Published

on

વરસાદમાં કપડાં ભીના થતા હોય જેથી પાડોશીએ ફોન કરી જાણ કરતાં માતાએ ઘરે આવી જોયું તો પુત્ર લટકતો’તો


શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા ધરમનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા ધો.12 સાયન્સના છાત્રએ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બપોરના સમયે વરસાદ આવતાં પાડોશીએ દરવાજા ખટખટાવ્યો પરંતુ કોઈ એ ન ખોલતા ફોન કરી વિદ્યાર્થીના માતાને જાણ કરી હતી. જેથી માતાએ ઘરે આવી જોયું તો પુત્ર લટકતો મળી આવ્યો હતો. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.


જાણવા મળતી વિગત મુજબ, ધરમનગર આવાસ કવાર્ટરમાં રહેતા શ્રીદેવ મહેન્દ્રભાઈ નકુમ (ઉ.18) નામના યુવાને આજે બપોરે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીેઅમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક શ્રીદેવ બે ભાઈમાં મોટો અને ધો.12 સાયન્સમાં પાસ થયા બાદ કોલેજમાં એડમીશન લેવાનું હતું. તેના માતા કામે ગયા હતાં. દરમિયાન આજે બપોરે વરસાદ આવતાં પાડોશી મહિલાએ તેમના કપડા વરસાદમાં ભીના થતાં હોય જેથી દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ કોઈએ દરવાજો ન ખોલતા પાડોશીએ રમિલાબેનને ફોન કરી “તમારા કપડા વરસાદમાં ભીના થાય છે અને તમારો દરવાજો કોઈ ખોલતું નથી’ તેમ જણાવતા રમિલાબેને ઘરે દોડી આવ્યા હતાં. દરમિયાન પાડોશીએ ભેગા થઈ દરવાજો તોડતા પુત્ર શ્રીદેવ લટકતો મળી આવ્યો હતો.


વધુ તપાસમાં તેના પિતા પમ્પંબરનું કામ કરતાં હોવાનું અને શ્રીદેવનું ગાંધીનગર કોલેજમાં એડમિશન લેવાનું જાણવા મળ્યું છે. તેણે આ પગલું શા માટે ભરી લીધું ? તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી સતવારા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version