ચાંદીમાં રૂ. 7,000 અને સોનામાં 1,900નો કડાકો

રાજકોટમાં સોનાનો હાજર ભાવ ₹1,38,900 પર પહોંચ્યો. જ્યારે 22 કેરેટનો ભાવ 1,28,000: શેર બજારમાં તેજી યથાવત. આજે પણ સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા…

રાજકોટમાં સોનાનો હાજર ભાવ ₹1,38,900 પર પહોંચ્યો. જ્યારે 22 કેરેટનો ભાવ 1,28,000: શેર બજારમાં તેજી યથાવત. આજે પણ સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો

વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વચ્ચે આજે વાયદા બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં આવેલા આ અચાનક ઘટાડાથી બજારમાં ભારે હલચલ મચી ગઈ છે. ખાસ કરીને ચાંદીમાં રૂૂ. 7000 સુધીનો પ્રચંડ ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનાના ભાવમાં પણ રૂૂ. 1,905થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

આજે ચાંદીનો જૂનો બંધ ભાવ 176309 રૂૂપિયા હતો, જેની સામે આજનો ઓપન ભાવ 172400 રૂૂપિયા ખૂલ્યો હતો. બજારમાં કામકાજ દરમિયાન ચાંદીનો આજનો હાઇ 1,72,400 રૂૂપિયા અને નીચલો સ્તર 1,69,094 રૂૂપિયા સુધી ગયો હતો, આમ ચાંદીમાં કુલ 7000 રૂૂપિયાનો કડાકો નોંધાયો છે. બીજી તરફ સોનાની વાત કરીએ તો, સોનાનો જૂનો બંધ ભાવ 136705 રૂૂપિયા હતો, જે આજે ઘટીને 135853 રૂૂપિયાના ઓપન ભાવે ખૂલ્યો હતો. સોનાનો આજનો હાઇ 136055 રૂૂપિયા અને નીચલો સ્તર 1,34,385 રૂૂપિયા રહ્યો હતો, જેના કારણે સોનામાં કુલ 1905 રૂૂપિયાનો કડાકો જોવા મળ્યો છે.

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અમેરિકામાં યુએસ ફેડ દ્વારા ફુગાવામાં ઉછાળાને ધ્યાનમાં રાખીને વ્યાજદરોમાં વધારાના સંકેતો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકાના સંકેત અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના સીધા પ્રભાવ હેઠળ કિંમતી ધાતુઓમાં આ પ્રચંડ કડાકો જોવા મળી રહ્યો છે.

બીજી તરફ ભારતીય શેરબજારમાં સવારથી જ સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે, જેના પગલે મુખ્ય સૂચકાંકોમાં શાનદાર વધારો નોંધાયો છે. બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ કરતા નજરે પડ્યા હતા, જેને લઈને રોકાણકારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ ( નો સેન્સેક્સ ગત બંધ 81,592.45 ના સ્તર સામે આજે 81,810.98 ના નવા ઓપન ભાવ પર ખૂલ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સે આજનો હાઇ 82,311.78 અને નીચલો સ્તર 81,776.90 નોંધાવ્યો હતો. હાલ સેન્સેક્સ મજબૂત બઢત સાથે આગળ વધી રહ્યો છે. સેન્સેક્સમાં આજે કુલ 639 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો.

બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 50 ગત બંધ 25,144.30 ના સ્તર સામે આજે 25,206.15 ના ઓપન ભાવ સાથે ખૂલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીએ આજનો હાઇ 25,357.70 અને નીચલો સ્તર 25,195.35 સુધી સ્પર્શ કર્યો હતો. નિફ્ટીમાં આજે કુલ 195 પોઈન્ટની તેજી નોંધાઈ હતી. બજારના અહેવાલો મુજબ વૈશ્વિક સંકેતો અને સ્થાનિક ખરીદીના સહારે સૂચકાંકોમાં આ સારો ઉછાળો જોવા મળ્યો છે. આજે એનએસસી નો શેર પણ 66 રૂૂપિયા વધ્યો હતો જેને કારણે તેની માર્કેટ કેપ પાંચ લાખ કરોડને પાર થઈ ગઈ હતી. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે નિફ્ટી 77 અને સેન્સેક્સ 320 પોઈન્ટ ઉપર જોવા મળી રહ્યો છે.