ગુજરાત

કુવાડવા રોડ પરથી કારમાંથી 48 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો

Published

on

દારૂ અને કાર મળી કુલ રૂા.5.26 લાખનો મુદ્દામાલ કબજે

શહેરની ભાગોળે કુવાડવા હાઇ-વે પરથી પોલીસે કારમાંથી 48 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી પાડી દારૂ અને કાર મળી કુલ રૂા.5.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


ક્રાઇમ બ્રાન્ચના દેડ કોન્સ. સંજય દાફડા, કોન્સ્ટેબલ કુલદિપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન કુવાડાવ રોડ પર ચોટીલા તરફથી દારૂ ભરેલી કાર આવતી હોવાની બાત્તમીના આધારે કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી શંકાસ્પદ વેગનઆર કારને અટકાવી તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નં.48 (કિ.19,200) મળી આવતા પોલીસે કારચાલક રમેશ ભાણજીભાઇ સાગઠીયા (રે.દેવકીનંદન સોસાયટી, આજીડેમ ચોકડી પાસે)ની ધરપકડ કરી દારૂ અને કાર મળી કુલ રૂા.5.26 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version