ક્રાઇમ

સુરેન્દ્રનગરથી કારમાં દારૂ ભરીને આવતો રાજકોટનો શખ્સ પકડાયો

Published

on

શહેરમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગર દ્વારા નવા-નવા કિમીયાઓ કરવામાં આવે છે. ત્યારે આજે ક્રાઇમ બ્રાંચની ટીમે રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા બ્રિજ પરથી રાજકોટ પુસ્કરધામ પાસે રહેતા શખ્સને દારૂ ભરેલી કાર સાથે ઝડપી લીધો હતો. તેમની પૂછપરછમાં દારૂનો જથ્થો સુરેન્દ્રનગરથી લાવ્યા હોવાની કબુલાત આપી હતી. તેમજ રાજકોટના વ્યક્તિને આપવાનો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યુ હતું. હાલ અડધા લાખનો દારૂ અને કાર સહિત રૂા.3.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ સાકરીયા, સંજયભાઇ દાફડા, કુલદીપસિંહ જાડેજા, મયુરભાઇ મિયાત્રા અને હરદેવસિંહ રાઠોડ સહિતના સ્ટાફે રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી હોન્ડસિટી કારને અટકાવી ચાલકની પૂછપરછ કરતા પોતે પોતાનું નામ અરબાજ ઝાકીર શેખ (ઉ.વ.25) ( રહે. આરએમસી ક્વાર્ટર બ્લોક નં.36 યુનિવર્સિટી રોડ પુસ્કરધામ મેઇન રોડ) હોવાનું જણાવ્યુ હતું. તેમજ કારની તલાસી લેતા તેમાંથી રૂા.57,120ની 168 દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે આરોપી પાસે અડધા લાખનો દારૂ અને મોબાઇલ તેમજ કાર સહિત રૂા.3.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દારૂનો જથ્થો સુરેન્દ્રનગરથી લાવી અને પરમાર નામના વ્યક્તિને આપવાનું અરબાજે કબૂલ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version