સૌરાષ્ટ્ર

(અ)સંવેદનશીલ તંત્ર! ખેડૂતનો એક રૂપિયો પણ મૂકે નહીં, એક રૂપરડીની વસૂલાત માટે પાંચના ચાંદલા વાળી નોટિસ

Published

on

અંધેરી નગરી અને ગંડુ રાજા કહેવત જયારે સરકારી તંત્ર નો કોઈ અતિશ્યોકતી રૂૂપી કોઈ કિસ્સો સામે આવે ત્યારે લોકો ના મુખે સાંભળવા મળે છે સૌરાષ્ટ્ર માં વીજ સપ્લાય ની કામગીરી પીજીવીસીએલ દ્વારા કરવામાં આવે છે ત્યારે તેના બાકી લેણાની રકમ મોટી હોય માટે ગ્રાહકને જાણ કરે તે સ્વાભાવિક છે. પરંતુ એક રૂૂપિયા માટે સમાધાન માટે જયારે કોઈ ગ્રાહક ને નામદાર કોર્ટમાં બોલાવવા આવે ત્યારે નવાઈ લાગે અમરેલી જિલ્લાના કુંકાવાવ પીજીવીસીએલ દ્વારા નાની કુંકાવાવના ગ્રાહક હરેશભાઇ પોપટભાઈ સોરઠીયાએ ગ્રીન હાઉસ માટે લીધેલ હતુ તે થોડાવર્ષ પેહલા રદ કરાવેલ હતુ અને તેમાં શરત ચૂક થી એક રૂૂપિયો બાકી રહી ગાયો હતો ત્યારે આ બાકી રૂૂપિયો પાંચ વર્ષ પછી જાગ્યો અને ગ્રાહક નો કુંકાવાવ વીજ કચેરી માં એક રૂૂપિયો બાકી હોય તેથી તેની રિકવરી ના સમાધાન માટે તેમને કુંકાવાવ વીજ કચેરીના ડેપ્યુટી ઈજનેર દ્વારા ગ્રાહક ને વડિયા ની નામદાર કોર્ટ માં લોક અદાલત માં હાજર રહેવા અને એક રૂૂપિયા ભરવા માટે નોટિસ અપાઈ છે. જો આ એક રૂૂપિયો વસુલવા નોટિસ માં ટિકિટ ખર્ચ, વકીલ ખર્ચ, અધિકારીની ગાડી નુ ડીઝલ ખર્ચ, ગ્રાહકને વડિયા પહોંચવાનો ખર્ચ નો હિસાબ કરવામાં આવે તો આ જાડી ચામડીના કર્મચારી દ્વારા વાદળી માટે ભેંસ મર્યા સમાન કામગીરી કર્યા જેવું કહી શકાય.આ એક રૂૂપિયા માટે નામદાર કોર્ટ અને લોકોનો સમય બગડતી આ પેઢી ગયેલા અધિકારીઓની નીતિ હવે અંધેરી નગરી જેવી જોવા મળતી હોય તેવુ જોવા મળી રહ્યું છે.જાણવા મળતી વિગતો મુજબ હાલ આ બાબતે મીડિયા જગત માં પણ આ મુદ્દો જોરશોર થી ઉપાડત્તા ઉર્જામંત્રી ના ધ્યાને આવતા તેમને આ રૂૂપિયો ના વસુલવા અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી આ બાબતે પીજીવીસીએલ ના અધિકારી નો સંપર્ક કરતા તેમને પણ આ રટન રટ્યું હતુ ત્યારે એક રૂૂપિયા માટે સામાન્ય ખેડૂતોને હેરાન કરતા આ જાડી ચામડીના અધિકારીની શન ઠેકાણે લાવવા કોઈ પગલા લેવાય છે કે નહિ તેતો આવનારો સમય જ બતાવશે પરંતુ દેશમાં વિજય માલ્યા, નીરવ મોદી જેવા કરોડો રૂૂપિયાના ફૂલેકા ફેરવનાર ઉદ્યોગપાતીઓ ને કોઈ પૂછવા વાળુ નથી ને એક રૂૂપિયા માટે ગામડાના સામાન્ય ખેડૂતને નોટિસ અપાઈ નામદાર કોર્ટમાં બોલાવાય છે ત્યારે સરકાર આ બાબતે કડકાઈ દાખવી એક સજા રૂૂપી એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે તેવી લોક માંગણી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version